'સુપર 30', 'બાટલા હાઉસ' અને 'તુફાન' જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના પ્રશંસકો માટે તેના અંગત અને વ્યવસાયિક જીવનની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. ફોટામાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી નિયોન કલરનું સુંદર ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ ઑફ શોલ્ડર ક્રોપ ટોપમાં તે અદ્ભુત લાગે છે.તેણીએ સફેદ રંગનો કાર્ગો પહેર્યો છે જેના પર તે મેચિંગ હાઇ હીલ્સ સાથે આકર્ષક લાગે છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
લાખો ચાહકોએ થોડા કલાકોમાં આ તસવીરોને પસંદ કરી છે. કમેન્ટ સેકશન માં, ઘણા ચાહકોએ મૃણાલની પ્રશંસાના પુલ બાંધ્યા છે. ફેન્સ ઉપરાંત ઘણી સેલિબ્રિટીઓએ પણ મૃણાલના લુકના વખાણ કર્યા છે. અદિતિ ભાટિયા, નિશા રાવલ, અને પ્રિયાંશુ પૈન્યુલી સહિતના તમામ સ્ટાર્સે તેના લુકના વખાણ કર્યા છે.
તમને જણાવી દઈએ કે મૃણાલના કરિયરે ખૂબ જ ઝડપથી સ્પીડ પકડી છે. વર્ષ 2014માં ડેબ્યૂ કર્યા બાદ તેણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.જ્યાં સુધી આગામી ફિલ્મોની વાત છે તો તે ટૂંક સમયમાં જ 'ધમાકા', 'જર્સી', 'પિપ્પા' જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે.