Site icon

રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી, માતા ના ઈલાજ માં આ રીતે કરી રહ્યા છે મદદ

રાખી સાવંતની માતા કેન્સર બાદ બ્રેઈન ટ્યુમર સામે ઝઝૂમી રહી છે. રાખીએ તાજેતરમાં માતાની બિમારીની પીડાનો ખુલાસો કર્યો હતો.રાખી કહે છે, માતા ઓળખી શકતી નથી. મમ્મી જમવા પણ સક્ષમ નથી. આવા સમયમાં મુકેશ અંબાણી તેમના માટે મસીહા બનીને આવ્યા છે. મુકેશ અંબાણી રાખીની માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે.

mukesh ambani extended a helping hand in the treatment of rakhi sawant mother

રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી, માતા ના ઈલાજ માં આ રીતે કરી રહ્યા છે મદદ

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓ નો સામનો કરી રહેલી રાખી સાવંતની ( rakhi sawant ) માતાની ( mother ) હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોતાની સ્થિતિ વિશે મીડિયા સાથે વાત કરતી વખતે રાખી સાવંત ઘણી વખત ભાવુક થઈ જાય છે અને કેમેરાની સામે રડીને પોતાનું દર્દ વ્યક્ત કરે છે. બોલીવુડ ની ઘણી હસ્તીઓ એ રાખી સાવંતની માતા જયા ભેડા ની સારવારમાં મદદનો હાથ લંબાવ્યો છે. હવે મુકેશ અંબાણી રાખી ની મદદ માટે આગળ આવ્યા છે. રાખી સાવંતને હોસ્પિટલના બિલ માં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ અંગે રાખી સાવંતે પોતે પાપારાઝી ની સામે ખુલાસો કર્યો હતો. જો કે, આ દરમિયાન રાખી એ માત્ર ( mukesh ambani ) ‘અંબાણી જી’ કહ્યું, કોઈનું નામ ન લીધું.

Join Our WhatsApp Community

 ‘અંબાણી જી’ એ મદદનો હાથ લંબાવ્યો

રાખી સાવંત ની માતા કેન્સરથી પીડિત હતી અને બાદમાં તેમને મગજની ગાંઠની બીમારી હોવાનું પણ નિદાન થયું હતું. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી એ પણ તેમની સારવાર માટે મદદનો હાથ લંબાવ્યો છે. પોતાની માતાની તબિયત વિશે વાત કરતી વખતે રાખી એ પાપારાઝીને કહ્યું, “હું અંબાણી જી નો આભાર માનવા માંગુ છું. ‘અંબાજી જી’ મદદ કરી રહ્યા છે. હોસ્પિટલ ની જે ઊંચી કિંમત છે તેને ઘટાડીને, અમે દર 2 મહિને માતાને ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ..” રાખીએ આગળ કહ્યું, “મમ્મી કોઈને ઓળખી પણ શકતી નથી.” જોકે આ દરમિયાન રાખીએ નામ ન લીધું પરંતુ માત્ર ‘અંબાણી જી’ કહીને સંબોધન કર્યું.

આ સમાચાર પણ વાંચો:  આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.

મરાઠી બિગ બોસ માંથી બહાર આવતા ની સાથે જ લાગ્યો હતો આંચકો

રાખી સાવંતને મરાઠી બિગ બોસના ઘરમાંથી બહાર આવતા જ આઘાત લાગ્યો હતો. બહાર આવ્યા પછી તેને તેની માતા બીમાર હોવાની જાણ થઈ. તે સમયે રાખીએ હોસ્પિટલમાંથી જ રડતા રડતા એક ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું, જેમાં તેની માતા પણ પાછળ જોવા મળી હતી.આ વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે, “મને ખબર પડી કે મમ્મીની તબિયત સારી નથી. અમે હજી હોસ્પિટલમાં છીએ. તેને કેન્સર છે અને હવે તેને મગજની ગાંઠ છે. કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો.”

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version