News Continuous Bureau | Mumbai
Mukesh Ambani: હાલમાં મુંબઈમાં ગણેશ ઉત્સવને લઈને એક અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સર્વત્ર બાપ્પા ની ધૂમ છે. આ દરમિયાન, ફિલ્મ સ્ટાર્સથી લઈને સામાન્ય માણસ સુધી દરેક મુંબઈના પ્રખ્યાત લાલ બાગ ચા રાજા ની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.હવે મુકેશ અંબાણી પણ તેમના પરિવાર સાથે બાપ્પા ના આશીર્વાદ લેવા લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહુંચ્યા હતા.અંબાણી પરિવાર પરંપરા, ધાર્મિક વિધિઓ અને પૂજાનું ખૂબ સન્માન કરે છે. આખા પરિવારમાં દરેકને ભગવાન ગણેશ પ્રત્યે આદર છે.
અંબાણી પરિવારે કર્યા લાલબાગચા રાજા ના દર્શન
સૌપ્રથમ તો અંબાણી પરિવારમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.હવે પૂરો અંબાણી પરિવાર કડક સુરક્ષા વચ્ચે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, ઈશા અંબાણી અને ઘરની બે વહુ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા જોવા મળી હતી.અંબાણી પરિવાર નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અંબાણી પરિવારે કર્યું હતું બાપ્પા નું સ્વાગત
મુકેશ અંબાણીએ તેમના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. આ દિવસે બોલિવૂડથી લઈને રાજનીતિ સાથે જોડાયેલી ઘણી જાણીતી હસ્તીઓ તેમના નિવાસસ્થાન એન્ટિલિયા પહુંચ્યા હતા અને બાપ્પા ના આશીર્વાદ લીધા હતા. જો સૂત્રોનું માનીએ તો, અંબાણી પરિવાર પણ ભગવાન ગણેશનો મોટો ભક્ત છે અને દરેક શુભ પ્રસંગના સમયે તેઓ ભગવાન ગણેશના દર્શન કરવા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેતા રહે છે.
આ સમાચાર પણ વાંચો : shahrukh khan lalbaugcha raja: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં તલ્લીન જોવા મળ્યો શાહરુખ ખાન, જવાન હિટ જતા લીધા મુંબઈ ના લાલબાગચા રાજા ના આશીર્વાદ, જુઓ વિડિયો