ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કન્ટેમ્પરરી ડાન્સર તરીકે જાણીતી મુક્તિ મોહન હાલ માલદિવ્સમાં મજાઓ ગાળી રહી છે. માલદિવ્સમાં તેનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ડાન્સર મુક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

તાજેતરમાં મુક્તિએ સોશિયલ મીડિયા પર વેકેશનની મજા માણતી તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબજ બોલ્ડ લાગી રહી છે. આ તસ્વીરોમાં તે સ્ટ્રીપ સ્ટાઇલ સફેદ અને બ્લૂ રંગનાં સ્વિમસૂટમાં નજર આવી રહી છે. સ્વિમવેરમાં નજર આવી રહી છે જેમાં તે સમર ગોલ આપી રહી છે.

મુક્તિ મોહન ઓરેન્જ સ્ટ્રિપ બિકિનીમાં માલદિવ્સમાં આ સમયને મન ભરીને માણી રહી છે અને તેની દરેક યાદને કેમેરામાં કેદ કરી રહી છે. આ તસવીરો તેણે તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે.

મુક્તિ મોહન શક્તિ મોહન અને નીતિ મોહનની બહેન છે. હાલમાં જ નીતિ મોહને દીકરાને જન્મ આપ્યો છે. તો શક્તિ મોહન એક સુપર ડાન્સર છે. અને તે કોરિયોગ્રાફર છે તેમજ તેણે ઘણાં ડાન્સ કોરિયોગ્રાફ કર્યા છે અને તે ડાન્સ પ્લસ નામનો શો જજ કરતી નજર આવી હતી.
