News Continuous Bureau | Mumbai
થોડા દિવસ અગાઉ એક જાહેરાત કરવામાં આવી હતી કે 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ(National Cinema Day) ઉજવવામાં આવશે.આ અવસર પર ભારત(India)માં રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોવાનો મોકો મળશે. પરંતુ હવે આ પ્લાન એક અઠવાડિયા માટે પાછો ઠેલાયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(Multiplex Association of India)એ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી માટે તારીખ બદલવાની જાહેરાત કરી છે. હવે રાષ્ટ્રીય સિનેમા દિવસ(National Cinema Day) 16 સપ્ટેમ્બરના બદલે 23 સપ્ટેમ્બરનાં ઉજવવામાં આવશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor and Alia Bhatt)ની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'(Brahmastra) થિયેટરો(Theators)માં ખૂબ સારી કમાણી કરી રહી છે. ફિલ્મની સફળતા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : શહેનાઝ ગિલ છે કરોડોની માલકીન- એક ઇન્સ્ટા પોસ્ટ માટે કરે છે અધધ એટલો ચાર્જ-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી(Covid Pandemic) પછી થિયેટરો સંપૂર્ણ રીતે ખુલવાની ખુશીમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PVR, INOX, Cinepolis, Carnival, Mira, Citipride, Asian, Mukta A2, Movie Time, Wave, M2K અને Delight સહિત 4000 થી વધુ થિયેટરો દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.