ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ચક્કરમાં ફસાઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અનન્યા પાંડેની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે પણ તેને બોલાવવામાં આવી છે.
NCBએ અનન્યાને ડ્રગ્સ અંગે સવાલ કર્યા ત્યારે અનન્યા એકદમ મૂંઝવણમાં દેખાતી હતી. તેણે ઘણા પ્રશ્નો ટાળીને કહ્યું કે તેને બરાબર યાદ નથી.
આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં અનન્યાનું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઈ હતી. જો કે, અત્યારે આ ચેટ વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે એનસીબી અનન્યાના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ જાણવા માંગે છે. આ કારણોસર તેને સતત બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે.
