Site icon

આ ફિલ્મો અને વેબ સિરીઝ આ અઠવાડિયે OTT પર રિલીઝ થવા જઈ રહી છે, જુઓ યાદી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

આ અઠવાડિયે નેટફ્લિક્સ અને G 5 જેવા OTT પ્લૅટફૉર્મ વેબ સિરીઝ અને ફિલ્મોથી ભરપૂર બનશે. ચાલો 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રિલીઝ થનારી OTT રિલીઝ પર એક નજર કરીએ.

'મુંબઈ ડાયરીઝ 26/11'

દેશની આર્થિક રાજધાની મુંબઈના 26/11ના હુમલા પર આધારિત વેબ સિરીઝ 'મુંબઈ ડાયરીઝ 26/11'નો પ્રીમિયર એમેઝોન પ્રાઇમ વીડિયો પર 9 સપ્ટેમ્બરે થશે. કોંકણા સેન શર્મા અને મોહિત રૈના એમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

'અનટોલ્ડ : બ્રેકિંગ પૉઇન્ટ'

'અનટોલ્ડ : બ્રેકિંગ પૉઇન્ટ' ટેનિસ ખેલાડી માર્ડી ફિશની વાર્તા છે. 2012 યુએસ ઓપન ક્વાર્ટર ફાઇનલમાં, એ બહાર આવ્યું કે તેને ઍન્ગ્ઝાઇટી ડિસઑર્ડર છે. માનસિક સ્વાસ્થ્ય પરની આ શ્રેણી 7 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર એનો પ્રીમિયર યોજાશે.

'JJ+E'

'JJ+E' સામાજિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મ છે. મેટ વૉલની નવલકથાના આ નવા રૂપાંતરમાં, સ્ટૉકહોમના બે કિશોરો પ્રેમમાં પડે છે, જે વિવિધ સામાજિક-આર્થિક વાતાવરણથી સંબંધિત છે. આ ફિલ્મ 8 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

'લ્યુસિફર 6'

'લ્યુસિફર 6'  નેટફ્લિક્સ પર 10 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ 6ઠ્ઠી સિઝન છે. અગાઉ પાંચ સિઝનની સફળતા બાદ દર્શકો છઠ્ઠી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો સમાચાર પર વિશ્વાસ કરવો હોય તો આ છેલ્લી સિઝન હશે.

Dikkilona

ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ 'Dikkilona' વેબ સિરીઝમાં જોવા મળશે. આ કલાકારો સિવાય સંથનામ, યોગી બાબુ, આનંદ રાજ અને શિરીન કાંચવાલા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ શ્રેણીનું નિર્દેશન કાર્તિક યોગીએ કર્યું છે. તમે 10 સપ્ટેમ્બરે ZEE5 પર આ સાયન્સ ફિક્શન કૉમેડીનો આનંદ માણી શકો છો.

ઋષિ કપૂરના જન્મદિવસ પર ચાહકોને મળી ભેટ, છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, આ અભિનેતાએ પૂરી કરી ભૂમિકા; જાણો વિગત

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version