મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

ગુરુવાર.

મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ગુરુવારે નવો વળાંક આવ્યો. એનસીબી ટીમ એક્શનમાં જોવા મળી રહી છે. એનસીબીના અધિકારીઓ આજે બપોરે શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ આર્યન ખાનને લગતી કાનૂની નોટિસ આપવા ત્યાં ગયા હતા. આ દરમિયાન એનસીબીની ટીમ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પણ ગઈ હતી. અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન અનન્યાનો મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.

એનસીબી દ્વારા સમન્સ પાઠવ્યા બાદ અનન્યા પાંડે એનસીબી ઓફિસ પહોંચી ગઇ છે. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. અનન્યાની સાથે તેના પિતા ચંકી પાંડે પણ એનસીબીની ઓફિસ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એનસીબી અનન્યાને આર્યન ખાન સાથે ડ્રગ ચેટ અંગે પૂછપરછ કરશે. અનન્યા પાંડેને સમન્સ મળ્યા બાદ ચંકી પાંડેએ લીગલ કાઉન્સિલની મદદ લીધી હતી. 

મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ

આજે એનસીબીની ટીમ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. ત્યાર બાદ ટીમ શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ પહોંચી અને તેના મેનેજર પાસે આર્યન ખાન વિશે માહિતી માંગી હતી. આ સિવાય શાહરૂખ ખાનને કહેવામાં આવ્યું હતું કે જો તેની પાસે તેના પુત્રનું અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો તેમને સોંપવામાં આવે. 

અભિનેત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવવા અંગે એનસીબીના અધિકારીઓએ કહ્યું કે, શંકાસ્પદ અને સાક્ષીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. કોઈને પૂછપરછ માટે બોલાવવાનો અર્થ એ નથી કે તે આરોપી છે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More