News Continuous Bureau | Mumbai
ગયા અઠવાડિયે મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડમાં બે લોકો ગેરકાયદેસર રીતે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના બાંગ્લા મન્નત માં પ્રવેશ્યા હતા. ત્યારબાદ મુંબઇની બાંદ્રા પોલીસે બંને લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને આરોપી શાહરૂખ ખાનને મળવા માટે ગુપ્ત રીતે તેના બંગલામાં પ્રવેશ્યા હતા અને તેમના મેકઅપ રૂમમાં લગભગ 8 કલાક શાહરૂખ ખાનની રાહ જોતા હતા.
પોલીસે કર્યો ખુલાસો
શાહરૂખ ખાનના મન્નત બંગલાના મેનેજર એ, પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બંગલામાં કામ કરતા સુરક્ષા ગાર્ડ તેમને 2 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે બે લોકો બંગલામાં પ્રવેશ્યા છે. બંને આરોપી શાહરૂખના બંગલાના ત્રીજા માળે મેકઅપ રૂમમાં પહોંચ્યા હતા અને તેઓ એક બે કલાક નહીં 8 કલાક કિંગ ખાન ના મેકઅપ રૂમ માં છુપાઈ રહ્યા હતા.
પોલીસે કરી આરોપી ની પુછપરછ
બંને આરોપીએ દાવો કર્યો હતો કે તેઓ સ્ટારને મળવા ગુજરાતથી આવ્યા હતા. પોલીસને સોંપતા પહેલા તેને કિંગ ખાનના સુરક્ષા રક્ષકોએ પકડ્યા હતા. ભારતીય દંડ સંહિતા હેઠળ તેની સામે કેસ નોંધાયો હતો.મીડિયા રિપોર્ટ નું માનીએ તો, પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપી કિંગ ખાનને મળવા માટે તેમના બંગલામાં પ્રવેશ્યા અને લગભગ આઠ કલાક તેમના મેકઅપ રૂમમાં છુપી ને તેમની રાહ જોતા રહ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 3 વાગ્યાની આસપાસ પ્રવેશ્યા હતા અને બીજા દિવસે સવારે 10:30 વાગ્યે પકડાયા હતા. પૂછપરછ દરમિયાન, બંને યુવકો એ કહ્યું કે તેઓ કિંગ ખાનના ખૂબ મોટા ચાહકો છે અને તેમને મળવા માગે છે. તેની ઓળખ પણ કરવામાં આવી છે. એકનું નામ સાહિલ સલીમ ખાન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે અને એકનું નામ રામ સારાફ કુશવાહા છે. આરોપીઓ એ કહ્યું હતું કે તે ગુજરાતના ભરુચ ના રહેવાસી છે અને શાહરૂખ ખાનને મળવા મુંબઇ આવ્યા હતા..