Site icon

શાહરુખ ખાન ને મળવા માટે બે લોકો આઠ કલાક મેકઅપ રૂમમાં છુપાયેલા હતા, મુંબઈ પોલીસે કર્યો ખુલાસો

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના બંગલામાં પ્રવેશવાના આરોપસર ગયા અઠવાડિયે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, અભિનેતાના મેકઅપ રૂમ આ બન્ને 8 કલાક છુપાયા હતા. પોલીસે આનો ખુલાસો કર્યો છે.

mumbai police on mannat trespassing they hid in shah rukh khan make up room for 8 hours

શાહરુખ ખાન ને મળવા માટે બે લોકો આઠ કલાક મેકઅપ રૂમમાં છુપાયેલા હતા, મુંબઈ પોલીસે કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

ગયા અઠવાડિયે મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડમાં બે લોકો ગેરકાયદેસર રીતે બોલિવૂડના બાદશાહ  શાહરૂખ ખાનના બાંગ્લા મન્નત માં પ્રવેશ્યા હતા. ત્યારબાદ મુંબઇની બાંદ્રા પોલીસે બંને લોકોની ધરપકડ કરી  હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને આરોપી શાહરૂખ ખાનને મળવા માટે ગુપ્ત રીતે તેના બંગલામાં પ્રવેશ્યા હતા અને તેમના મેકઅપ રૂમમાં લગભગ 8 કલાક શાહરૂખ ખાનની રાહ જોતા હતા.

Join Our WhatsApp Community

 

પોલીસે કર્યો ખુલાસો 

શાહરૂખ ખાનના મન્નત બંગલાના મેનેજર એ, પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બંગલામાં કામ કરતા સુરક્ષા ગાર્ડ તેમને 2 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે બે લોકો બંગલામાં પ્રવેશ્યા છે. બંને આરોપી શાહરૂખના બંગલાના ત્રીજા માળે મેકઅપ રૂમમાં પહોંચ્યા હતા અને તેઓ એક બે કલાક નહીં 8 કલાક કિંગ ખાન ના મેકઅપ રૂમ માં છુપાઈ રહ્યા હતા. 

 

પોલીસે કરી આરોપી ની પુછપરછ 

બંને આરોપીએ દાવો કર્યો હતો કે તેઓ સ્ટારને મળવા ગુજરાતથી આવ્યા હતા. પોલીસને સોંપતા પહેલા તેને કિંગ ખાનના સુરક્ષા રક્ષકોએ પકડ્યા હતા. ભારતીય દંડ સંહિતા હેઠળ તેની સામે કેસ નોંધાયો હતો.મીડિયા રિપોર્ટ નું માનીએ તો, પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપી કિંગ ખાનને મળવા માટે તેમના બંગલામાં પ્રવેશ્યા અને લગભગ આઠ કલાક તેમના મેકઅપ રૂમમાં છુપી ને  તેમની રાહ જોતા રહ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 3 વાગ્યાની આસપાસ પ્રવેશ્યા હતા અને બીજા દિવસે સવારે 10:30 વાગ્યે પકડાયા હતા. પૂછપરછ દરમિયાન, બંને યુવકો એ કહ્યું કે તેઓ કિંગ ખાનના ખૂબ મોટા ચાહકો છે અને તેમને મળવા માગે છે. તેની ઓળખ પણ કરવામાં આવી છે. એકનું નામ સાહિલ સલીમ ખાન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે અને એકનું નામ રામ સારાફ કુશવાહા છે. આરોપીઓ એ કહ્યું હતું કે તે ગુજરાતના ભરુચ ના રહેવાસી છે અને શાહરૂખ ખાનને મળવા મુંબઇ આવ્યા હતા..

 

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version