Ajaz Khan Rape Case: એજાઝ ખાન રેપ કેસ માં આવ્યું મોટું અપડેટ, મુંબઈ પોલીસે અભિનેતા વિરુદ્ધ કરી આવી કાર્યવાહી

Ajaz Khan Rape Case: એજાઝ ખાન સામે ફિલ્મમાં રોલ અપાવાની લાલચ આપી શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે પોલીસ અભિનેતા ની તપાસ કરી રહી છે.

by Zalak Parikh
Mumbai Police reaches Ajaz Khan home after rape case filed

News Continuous Bureau | Mumbai

Ajaz Khan Rape Case: બોલીવૂડ એક્ટર એજાઝ ખાન વિરુદ્ધ દુષ્કર્મનો ગંભીર આરોપ નોંધાયો છે. એક 30 વર્ષીય મહિલાએ આરોપ મૂક્યો છે કે એજાઝએ  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોલ અપાવાની લાલચ આપી અને લગ્નના વચન સાથે અનેક વખત શારીરિક શોષણ કર્યો. પોલીસે આ મામલે એજાઝ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Ajaz Khan: એજાઝ ખાન ની મુશ્કેલી માં થયો વધારો, હાઉસ એરેસ્ટ વિવાદ ની વચ્ચે અભિનેતા પર લાગ્યો આવો ગંભીર આરોપ

મહિલાના આરોપો અને પોલીસ તપાસ

મહિલાએ ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એજાઝ એ પહેલા મિત્રતા કરી અને પછી લગ્ન અને ધર્મ પરિવર્તનના વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હાલમાં પોલીસના સંપર્કમાં નથી અને તેનો ફોન પણ બંધ છે. પોલીસે એજાઝ ના ઘેર પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં હાજર નહોતો.

 

View this post on Instagram

 

A post shared by TellyMasala (@tellymasala)


મુંબઈ પોલીસ હવે એજાઝ ની શોધમાં છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ જો એજાઝ  ઝડપથી પોલીસના સંપર્કમાં નહીં આવે તો તેની વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More