ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સતત વિવાદોમાં રહેલી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈ પોલીસે કંગના અને તેની બહેન રંગોલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેને 26 અને 27 ઓક્ટોબરના રોજ સમન્સ પાઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બાંદ્રા પોલીસ સ્ટેશને અભિનેત્રી કંગના રનૌત સામે આઇપીસી ની કલમ 153 A , 295 A, 124 A હેઠળ એફઆઇર નોંધી હતી
મહત્વનું છે કે અરજદારની ફરિયાદ બાદ બાન્દ્રા કોર્ટે તાજેતરમાં કંગના અને તેની બહેન સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંગના ટીવી ચેનલો પર ઈન્ટરવ્યું અને તેના ટ્વિટ્સ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે ભેદ રેખા દોરી રહી છે.તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને આ માટે અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. અભિનેત્રી પર સાથે તે પણ આરોપ છે કે, તે સતત બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને ટીવી સુધી, બધે જ તે બોલિવૂડ ની વિરુદ્ધમાં બોલી રહી છે. તે બોલિવૂડ ને સતત નેપોટિઝમ અને ફેવરિટિઝમનું કેન્દ્ર કહે છે.

