Site icon

Urfi javed: ફેક વિડીયો બનાવવો ઉર્ફી જાવેદ ને પડ્યો ભારે, મુંબઈ પોલીસે આઇપીસી ની આ ધારા લગાવી કેસ કર્યો દાખલ

Urfi javed: હાલમાં જ ઉર્ફી જાવેદ નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે મહિલા પોલીસ કર્મચારી તેની ધરપકડ કરતી જોવા મળી હતી. આ વિડીયો વાયરલ થાય બાદ મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે નકલી મહિલા પોલીસ બની હતી તે તમામ ની વિરુદ્ધમાં આઇપીસી ની અલગ અલગ ધારાઓ લગાડવામાં આવી છે.

mumbai police take action and file fir under ipc section on urfi javed fake video

mumbai police take action and file fir under ipc section on urfi javed fake video

News Continuous Bureau | Mumbai

Urfi javed: બિગ બોસ ઓટિટિ ફેમ ઉર્ફી જાવેદ હંમેશા તેની અતરંગી ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફી એક ફેક વીડિયો બનાવવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાલમાં જ ઉર્ફી જાવેદ નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે મહિલા પોલીસ કર્મચારી તેની ધરપકડ કરતી જોવા મળી હતી. આ વિડીયો વાયરલ થાય બાદ મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે નકલી મહિલા પોલીસ બની હતી તે તમામ ની વિરુદ્ધમાં આઇપીસી ની અલગ અલગ ધારાઓ લગાડવામાં આવી છે. તેમજ ઉર્ફી જાવેદ વિરૃદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

ઉર્ફી જાવેદ ના ફેક વિડીયો પર પોલીસ ની કાર્યવાહી 

ઉર્ફી જાવેદ નો ફેક વિડીયો વાયરલ થાય બાદ મુંબઈ પોલીસે અભિનેત્રી ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ની છબી ખરાબ કરવા બદલ કેસ નોંધ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યું, ‘સસ્તી પ્રસિદ્ધિ માટે દેશના કાયદાનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં! મુંબઈ પોલીસ દ્વારા કથિત રીતે અશ્લીલતાના કેસમાં એક મહિલાની ધરપકડ કરવાનો વાયરલ વીડિયો સાચો નથી – ચિહ્ન અને યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું, ‘ઓશિવારા PSTNમાં નકલી વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ કલમ 171, 419, 500, 34 IPC હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે.’ વધુ તપાસ ચાલી રહી છે, નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.’


તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ ના વાયરલ વિડીયો માં જોવા મળ્યું હતું કે, ઉર્ફી ને ટૂંકા કપડાં પહેરવા બદલ મુંબઈ મહિલા પોલીસ તેની ધરપકડ કરીને કારમાં બેસાડી ને લઇ જાય છે. હવે આ ફેક વિડીયો બનાવવો ઉર્ફી ને ભારે પડ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Urfi javed: શું ખરેખર ઉર્ફી જાવેદ ની થઇ ધરપકડ?સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વિડીયો જોઈ લોકો ને થઇ અભિનેત્રી ની ચિંતા

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version