ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જુલાઈ, 2021
બુધવાર
અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ આ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ હેઠળ આવી શકે છે. અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડ્યંત્રકાર હોવાનો દાવો કર્યો છે. અશ્લીલતાના કેસમાં આરોપી રાજ કુંદ્રાની પત્ની બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સમસ્યાઓ પણ વધી શકે છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રાની લગભગ તમામ કંપનીઓમાં હિસ્સેદાર હતી. પોલીસ હવે આ મુદ્દે એવી તપાસ કરી રહી છે કે શું શિલ્પા શેટ્ટીને આ વિશે કોઈ જાણકારી હતી? શું તે પણ આમાં ભાગીદાર છે? એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મામલે પૂછપરછ માટે પોલીસ જલદી જ શિલ્પા શેટ્ટીને સમન મોકલી શકે છે, પરંતુ મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશનર મિલિંદ ભરાંબેએ જણાવ્યું કે શિલ્પા શેટ્ટીની ભૂમિકા હજુ સુધી તપાસમાં સામે આવી નથી, પણ હજુ વધારે તપાસ કરાઈ રહી છે.
ત્રણ વર્ષ બાદ ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મથી કરશે ધમાકેદાર એન્ટ્રી; જાણો એ ફિલ્મ કઈ છે
જે વિયાન કંપની દ્વારા આ આખી રમત ચાલી રહી હતી, હવે પોલીસે એની પણ તપાસ શરૂ કરી દીધી છે.