News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખતી મુંબઈ પોલીસે હવે મુંબઈ ના લોકોને ટ્રાફિક નિયમો યાદ કરાવવા આવી જ એક અનોખી યુક્તિ કરી છે. આ માટે મુંબઈ પોલીસે આ વખતે લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રોનો ઉપયોગ કર્યો છે.તાજેતર માં મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું છે જેમાં તારક મહેતાના ચાર પાત્રો દ્વારા ચાર ટ્રાફિકના નિયમો લોકોને યાદ કરાવ્યા છે.

આ તસવીરમાં દાયભાભી એ પોતાના અંદાજમાં “હે માં માતા જી” કહેતી જોવા મળે છે. મુંબઈ પોલીસે અહીં હેલમેટ પહેરવાનો સંદેશ આપ્યો છે.

બીજી તસવીરમાં દયાભાભીનો ભાઈ સુંદરલાલ લોકોને તેના જીજાજી ને જેમ સંબોધે છે તેવી રીતે લોકો ને ચેતવી રહ્યો છે “માય ડિયર, ડ્રિંક ઍન્ડ ડ્રાઈવ કરતાં પકડાયા તો કોઈ બહાનું ચાલશે નહીં.”

ત્રીજી તસવીરમાં બાઘા ની ગર્લફ્રેન્ડ બાવરી દેખાઈ રહી છે. આ તસવીર દ્વારા મુંબઈ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ લાઇસન્સ વગર વાહન ચલાવશે તો ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ’ આવું બહાનું તો પોલીસ નહીં ચલાવી લે.
ચોથી અને છેલ્લી તસ્વીર માં પોપટલાલ હમેશાંની જેમ “કેન્સલ! કેન્સલ! કેન્સલ!” કહી રહ્યા છે, પણ આ નિયમો માટે નહીં! ટ્રાફિકમાં વગર કારણે હોર્ન ન વગાડવા માટે જણાવી રહ્યા છે.