Site icon

મુંબઈ ના લોકો ને ટ્રાફિક ના નિયમો યાદ કરાવવા શહેર ની પોલીસે લીધો ‘તારક મેહતા’ ના આ પાત્રો નો આશરો, અપનાવી આવી યુક્તિ; જાણો વિગત, જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખતી મુંબઈ પોલીસે હવે મુંબઈ ના લોકોને ટ્રાફિક નિયમો યાદ કરાવવા આવી જ એક અનોખી યુક્તિ કરી છે. આ માટે મુંબઈ પોલીસે આ વખતે લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રોનો ઉપયોગ કર્યો છે.તાજેતર માં મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું છે જેમાં તારક મહેતાના ચાર પાત્રો દ્વારા ચાર ટ્રાફિકના નિયમો લોકોને યાદ કરાવ્યા છે.

Join Our WhatsApp Community

આ  તસવીરમાં દાયભાભી એ  પોતાના અંદાજમાં “હે માં માતા જી” કહેતી  જોવા મળે છે. મુંબઈ પોલીસે  અહીં હેલમેટ પહેરવાનો સંદેશ આપ્યો છે.

બીજી તસવીરમાં દયાભાભીનો ભાઈ  સુંદરલાલ લોકોને તેના  જીજાજી ને જેમ સંબોધે છે તેવી રીતે લોકો ને ચેતવી રહ્યો છે “માય ડિયર, ડ્રિંક ઍન્ડ ડ્રાઈવ કરતાં પકડાયા તો કોઈ બહાનું ચાલશે નહીં.” 

ત્રીજી તસવીરમાં બાઘા ની ગર્લફ્રેન્ડ બાવરી દેખાઈ  રહી છે. આ તસવીર દ્વારા મુંબઈ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ લાઇસન્સ વગર વાહન ચલાવશે તો ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ’ આવું બહાનું તો પોલીસ નહીં ચલાવી લે.

 

ચોથી અને છેલ્લી તસ્વીર માં  પોપટલાલ હમેશાંની જેમ “કેન્સલ! કેન્સલ! કેન્સલ!” કહી રહ્યા છે, પણ આ નિયમો માટે નહીં! ટ્રાફિકમાં વગર કારણે હોર્ન ન વગાડવા માટે જણાવી રહ્યા છે.

 

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version