News Continuous Bureau | Mumbai
પીઢ અભિનેત્રી મુમતાઝ (mumtaz)હંમેશા પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતી રહે છે. અભિનેત્રી પ્રત્યે લોકોની અવાસ્તવિક અપેક્ષાઓથી માંડીને સહ-સ્ટાર રાજેશ ખન્ના (co star Rajesh Khanna) સાથેના તેના ખાસ બંધન સુધી, તેણી નિખાલસ રહી છે. હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ (extra marital affair)અફેર વિશે વાત કરી છે. જો કે, અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર કામચલાઉ હતું.
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં, અભિનેત્રીએ તેના પતિ વિશે વાત કરી અને કહ્યું, “પુરુષો માટે પાછલા બારણેથી અફેર કરવું સામાન્ય બાબત છે. મારા પતિ પાસે કોઈ નહોતું… એક સિવાય. હું તેનો આદર કરું છું કારણ કે તેણે પોતે મને તેના વિશે કહ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તે અમેરિકામાં (America)એક છોકરીને પસંદ કરવા લાગ્યો હતો. તેનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો હતો.તેણીએ આગળ કહ્યું, પરંતુ તેણે (પતિ) આગ્રહ કર્યો, 'મુમતાઝ, તું મારી પત્ની છે. હું તને પ્રેમ કરું છું અને હંમેશા તને પ્રેમ કરીશ. હું તને ક્યારેય નહિ છોડું.' સમસ્યા ઊભી થઈ કારણ કે હું થોડી જીદ્દી,થોડી નકચડી હતી. પણ આજે એ ભુલાઈ ગયેલી વાર્તા છે. ભગવાન પણ જીવનમાં એક વાર માફ કરે છે. હું રાણીની જેમ જીવું છું. મારા પતિએ મને ક્યારેય કોઈ વસ્તુની કમી રાખી નથી."
આ સમાચાર પણ વાંચો : શું ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલ ના પુત્ર એ કરી લીધી ગુપચુપ સગાઈ? જાણો કોણ છે દેઓલ પરિવારની થવા વાળી વહુ!
આ ઘટના બાદ મુમતાઝે (Mumtaz)પોતાના વિશે પણ વાત કરી હતી. "સાચું કહું તો આ એપિસોડ પછી હું એકલતા અનુભવવા લાગી હતી. હું થોડી રુઆબ વાળી હતી . મને દુઃખ થયું. તેથી જ હું ભારત 9India) આવી . જ્યારે તમે કાંટાની વચ્ચે હોવ અને કોઈ ગુલાબ લઈને આવે, ત્યારે તમે બહેકી જાઓ છો." પણ કંઈ ગંભીર નહોતું. તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયું. હું નસીબદાર છું કે મારા પતિ હજી પણ મને એટલો પ્રેમ કરે છે. જો હું થોડી પણ બીમાર પડીશ, તો ત્યાં હંગામો થાય છે.અગાઉ પણ તેણીએ તેમના અફેર (extra marital affair) વિશે વાત કરી હતી અને તેણીના પતિએ લગ્ન પછી તરત જ અફેર હોવાનું સ્વીકાર્યું ત્યારે તેણીને કેવી રીતે દુઃખ થયું હતું. તેણે એમ પણ કહ્યું કે બીજા સંબંધમાં આવવાથી સમસ્યાઓમાં વધારો થાય છે. મુમતાઝે મયુર માધવાણી (Mayur Madhvani) સાથે લગ્ન કર્યા હતા અને તેઓ 1974માં લગ્નના બંધનમાં બંધાયા હતા.