News Continuous Bureau | Mumbai
Munawar Faruqui: ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં અભદ્ર ટિપ્પણી બાદ સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા વિરુધ્દ ઘણી ફરિયાદ નોંધવામાં આવી હતી. રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના નો મામલો હજુ થાળે પણ નથી પડ્યો તેવામાં વધુ એક સ્ટેન્ડઅપ કોમેડિયન વિરુદ્ધ ફરિયાદ નો મામલો સામે આવ્યો છે. આ સ્ટેન્ડઅપ કોમેડિયન બીજું કોઈ નહિ પરંતુ બિગ બોસ 17 નો વિજેતા મુનાવર ફારુકી છે. તાજેતરમાં મુનાવરે હોટસ્ટાર પર પોતાનો શો ‘હફ્તા વસૂલી’ રિલીઝ કર્યો છે. આ શો અંગે એક વ્યક્તિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor: રણબીર કપૂરે કર્યો ઐશ્વર્યા ના આ ગીત પર ડાન્સ, આદર જૈન અને રીમા જૈન એ પણ આપ્યો અભિનેતા નો સાથ
મુનાવર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
એક વકીલે મુનાવર ના શો હફ્તા વસૂલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં BNS કલમ 196, 299 અને 353 તેમજ IT એક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.આ વકીલે તેમના x પરની એક પોસ્ટમાં લખ્યું, ‘અમે Jio Hotstar પર હફ્તા વસૂલી ના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરીએ છીએ. આ શોમાં મુનાવર અપશબ્દોનો ઉપયોગ કરે છે, જે જાહેરમાં જોવા માટે અસ્વીકાર્ય છે. આનાથી નૈતિક મૂલ્યોનું અધોગતિ થાય છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ.’ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ શો ‘ઘણા ધર્મોનું અપમાન કરે છે’, ‘સાંસ્કૃતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે’ અને ‘યુવાનોના મન અને સમાજને પ્રદૂષિત કરવા’ માટે જવાબદાર છે.
🚨 Complaint Filed Against Munawar Faruqui (@munawar0018)! 🚨
I have officially filed a complaint against habitual offender Munawar Faruqui, for his show “Hafta Wasooli” streamed on @JioHotstar, requesting an FIR under BNS Sections 196, 299, and 353, along with the IT Act and… pic.twitter.com/ps6NCH5Ztd
— Amita Sachdeva, Advocate (@SachdevaAmita) February 22, 2025
હફ્તા વસૂલીનો પહેલો એપિસોડ ૧૪ ફેબ્રુઆરીના રોજ પ્રીમિયર થયો હતો. ‘હફ્તા વસૂલી’ એક ન્યૂઝરૂમ કોમેડી શો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)