178
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
ટીવી શો નાગિન 5 માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનારી લોકપ્રિય ટીવી અભિનેત્રી સુરભિ ચંદના દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. સુરભિએ આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સુરભિએ લાલ રંગની ચણિયાચોળી પહેરી છે. અને મોતીનો ચોકબંધ નેકલેસ પહેર્યો છે. સાથે જ લાલ મોતીનો લાંબો ઝડતરનો સેટ પણ પહેર્યો છે. તે આ લૂકમાં ખૂબ જ સિમ્પલ પણ એલિગન્ટ લાગી રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'ટીવી પર મેં કેટલા લગ્ન કર્યા છે તે મને યાદ નથી, પરંતુ દુલ્હનની જેમ તૈયાર થવું હંમેશા મને એક્સાઇટમેન્ટ આપે છે. ખબર નહીં ક્યારે સાચા લગ્ન થશે, ભગવાન જાણે!"

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી સુરભી ચંદના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની તસવીરો અને વિડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

You Might Be Interested In
