Naagin 7 Promo Out: નાગિન 7 નો પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રિયંકા ચહર ચૌધરી નો શો

Naagin 7 Promo Out: નાગિન 7 નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. સાથે જ તેની રિલીઝ ડેટ ની પણ જાહેરાત થઇ ગઈ છે. તો ચાલો જાણીયે ક્યારે જોઈ શકાશે પ્રિયંકા ચહર ચૌધરી નો શો

by Zalak Parikh
Naagin 7 Promo Out: Priyanka Chahar Turns Naagin, Karan Kundra & Esha Singh Look Revealed

News Continuous Bureau | Mumbai

Naagin 7 Promo Out: એકતા કપૂર નો લોકપ્રિય શો નાગિન 7 નો નવો પ્રોમો રિલીઝ થયો છે. પ્રોમોમાં પ્રિયંકા ચાહર ચૌધરી   નાગિનના અવતારમાં દેખાઈ રહી છે. સાથે કરણ કુન્દ્રા અને ઈશા સિંહ નો લુક પણ જાહેર થયો છે. પ્રોમોમાં કરણ કહે છે: “તબાહીની શરૂઆત થઈ ગઈ છે,” ત્યારબાદ ઈશા અને પ્રિયંકા નાગ મંદિરની બહાર દેખાય છે.

આ સમાચાર પણ વાંચો :  Vibha Kaul Bhat Passes Away: સીનિયર પત્રકાર વિભા કૌલ ભટ્ટનું અવસાન, 51 વર્ષ ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકાનો નાગિન અવતાર અને શોમાં ડ્રેગન

પ્રોમોમાં પ્રિયંકા નાગિન બનીને દુશ્મનોનો સામનો કરવા તૈયાર દેખાય છે. આ વખતે શોમાં ડ્રેગનનો એન્ટ્રી પણ થશે, જે સ્ટોરીને વધુ રોમાંચક બનાવશે.મેકર્સે શોની રિલીઝ ડેટ જાહેર કરી છે. નાગિન 7 27 ડિસેમ્બરથી શરુ થશે અને દર શનિવાર-રવિવારે રાત્રે 8 વાગ્યે કલર્સ ટીવી  પર ઑનએર થશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)


નાગિન સિરીઝ એકતા કપૂરની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝ છે. અત્યાર સુધી 6 સીઝન આવી ચૂક્યા છે. પહેલા સીઝનમાં મૌની રોય નાગિનના રોલમાં હતી, ત્યારબાદ હિના ખાન, કરિશ્મા તન્ના, સુરભી ચંદના, તેજસ્વી પ્રકાશ સહિત અનેક એક્ટ્રેસિસે નાગિનનો રોલ ભજવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More