Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત

Naagin 7 Update: સોશિયલ મીડિયા પર સીન લીક થતા રોકવા માટે લેવાયા પગલાં; પ્રિયંકા ચાહર ચૌધરી સ્ટારર આ શોએ TRP માં ‘અનુપમા’ ને પણ પાછળ છોડી.

by Zalak Parikh
Naagin 7 Update: Ekta Kapoor bans mobile phones on set to prevent leaks; Show beats Anupamaa in TRP race

News Continuous Bureau | Mumbai

Naagin 7 Update: કલર્સ ટીવીનો લોકપ્રિય સુપરનેચરલ શો ‘નાગિન 7’ શરૂ થતાની સાથે જ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. શો શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ તેણે TRP લિસ્ટમાં બીજા નંબરે સ્થાન મેળવી લીધું છે અને વર્ષોથી નંબર 1 પર રહેતા શો ‘અનુપમા’ ને પણ માત આપી છે. જોકે, આ સફળતાની વચ્ચે નિર્માતા એકતા કપૂરે સેટ પર મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. અત્યાર સુધી સેટ પરના કલાકારો અને ક્રૂ મેમ્બરો શૂટિંગ દરમિયાન ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા, પરંતુ હવે સેટ પર કોઈ પણ વ્યક્તિ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. એકતા કપૂરના આ નિર્ણયથી ફેન્સ હવે સેટની બિહાઈન્ડ ધ સીન ઝલક જોઈ શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો : TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1

કેમ લેવામાં આવ્યો ફોન બેન કરવાનો નિર્ણય?

અહેવાલો મુજબ, ઘણી વખત એવું બને છે કે સિરિયલમાં આવનારા મહત્વના ટ્વિસ્ટ અને વાર્તા સોશિયલ મીડિયા પર લીક થઈ જાય છે. વાર્તા અગાઉથી જાણી લેવાથી દર્શકોમાં શો પ્રત્યેનો ઉત્સાહ ઓછો થઈ જાય છે, જેની સીધી અસર વ્યુઅરશિપ અને TRP પર પડે છે. આથી, સસ્પેન્સ જાળવી રાખવા અને કોઈ પણ સીન લીક ન થાય તે માટે આ કડક આદેશ આપવામાં આવ્યો છે.


 ‘નાગિન 7’ માં આ વખતે પ્રિયંકા ચાહર ચૌધરી  મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. તેની સાથે નમિક પોલ પણ લીડ રોલમાં છે. શોના પહેલા એપિસોડમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના કેમિયોએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રિયંકાના લૂક અને એક્ટિંગના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More