ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
નાગિન ફેમ અદા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેના હોલીડે એન્જોય કરતી તસવીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફરી એકવાર અભિનેત્રી એ સ્પેનમાં વેકેશનની મજા માણતી તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

આ ફોટામાં અદા બ્લુ આઉટફિટમાં નજર આવી રહી છે. તે બોટમાં બેસી ખૂબ ખુશ નજર આવી રહી છે. તેના ફેંસને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યું છે.

અદાખાન એ વેકેશનની આ તસવીરો નાખીને સરસ કેપ્શન પણ લખ્યું છે. તેણે કહ્યું મને હંમેશા લોકો પૂછે છે કે તું ક્યાં જઇ રહી છે…તે વાતનો હું જવાબ આપું છું કે હું સાચી દિશામાં જઇ રહી છું.

અદા ખાનને હરવા ફરવાનો ખૂબ જ શોખ છે. તે વાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સરળતાથી જાણવા મળે છે. તે આ પહેલા પણ અનેક જગ્યાએ પ્રવાસ પર ગઇ છે. અને તે નવા નવા સ્થળોને એક્સપ્લોર કરતી નજરે પડે છે. ક્યારેક અદાખાન સોલો ટ્રાવેલ પણ કરે છે. અને તેને નવી જગ્યાએ ફરવું ગમે છે.

ટીવી એક્ટ્રેસના રૂપમાં તેમની એક ખાસ ઓળખ બનાવનારી અદાએ ખૂબ સ્ટ્રગલ કર્યું છે. આખરી વાર અદાએ સીરિયલ વિશ કે અમૃતમાં સિતારાની ભૂમિકા ભજવતા જોવા મળી હતી. આ સીરિયલ પહેલા અદાએ નાગિન અને નાગિન 2થી તેની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું હતું.