ટીવી અભિનેત્રી સુરભી ચંદનાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, કાતિલાના અંદાજમાં આપ્યા પોઝ ; જુઓ તસવીરો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

સોમવાર

અભિનેત્રી સુરભી ચંદના એ ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે તેની બોલ્ડ અને સુંદર તસવીરોને કારણે દરરોજ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, સુરભીને આઇટીએ એવોર્ડ્સ 2020 માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. હવે સુરભી ચંદનાનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેની બોલ્ડ શૈલી જોવા મળી રહી છે. 

આ ફોટોશૂટમાં સુરભી સિલ્વર કલરના શોર્ટ ડ્રેસમાં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં તે  બાથટબમાં બેસીને કાતિલાના અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના પોતાના ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે. તે અવારનવાર પોતાના હૉટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. 

નોંધપાત્ર વાત એ છે કે, 'ઇશ્કબાઝ' સિરિયલથી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી, સુરભી ચંદના ટીવી જગતનો જાણીતો ચહેરો છે. સુરભીએ કોલેજ સમયથી જ મોડેલિંગ શરૂ કરી હતી. તેણે સૌ પ્રથમ સબ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી શરૂઆત કરી હતી.

આ શોમાં તેને એક નાનકડી ભૂમિકા મળી હતી. આ અગાઉ સુરભી સિરિયલ 'એક નંનદ કી ખુશિયો કી ચાબી..મેરી ભાભી', 'કબૂલ હૈ' જેવી સિરિયલમાં પણ કામ કરી ચુકી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More