News Continuous Bureau | Mumbai
Naagzilla OTT Release: કાર્તિક આર્યન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘નાગઝિલા’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આયોજિત એમેઝોન પ્રાઇમ વિડિયોના એક ખાસ ઈવેન્ટમાં જાહેરાત કરવામાં આવી છે કે સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં કાર્તિક આર્યન પ્રથમ વખત ‘ઈચ્છાધારી નાગ’ ની ભૂમિકામાં જોવા મળશે, જેણે અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
આ સમાચાર પણ વાંચો : Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
શું છે ‘નાગઝિલા’ ફિલ્મની અનોખી વાર્તા?
આ ફિલ્મ એક એવી દુનિયાની વાર્તા છે જ્યાં રૂપ બદલતા ઈચ્છાધારી નાગ સામાન્ય માણસોની વચ્ચે વસી રહ્યા છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે એક બેફિકર ઈચ્છાધારી નાગની ‘નાગમણી’અને તેનો જીવ એક સત્તાના ભૂખ્યા વિલન ના નિશાને આવી જાય છે. આ લડાઈ માનવીય દુનિયા અને અલૌકિક શક્તિઓ વચ્ચેના સંઘર્ષને રજૂ કરશે. મૃગદીપ સિંહ લાંબા આ સુપરનેચરલ થ્રિલરનું નિર્દેશન કરી રહ્યા છે.
પ્રાઇમ વિડિયોએ કન્ફર્મ કર્યું છે કે ‘નાગઝિલા’ થિયેટરમાં રિલીઝ થયાના થોડા અઠવાડિયા બાદ તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ ઈવેન્ટમાં ‘નાગઝિલા’ ઉપરાંત ‘વન’ અને ‘નઈ નવેલી’ જેવી ફિલ્મોના નામ પણ જાહેર કરાયા છે. કાર્તિક આર્યને અગાઉ શૂટિંગ સેટ પરથી પોતાના નાગ લુકની ઝલક શેર કરી હતી, જેને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
