Naga chaitanya and Sobhita dhulipala: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા બાદ આજે નાગા ચૈતન્ય કરશે શોભિતા ધુલિપાલા સાથે સગાઇ? જાણો શું છે રિપોર્ટ નો દાવો

Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય એ સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા લીધા છે ત્યારબાદ નાગા ચૈતન્ય શોભિતા ધુલિપાલા ને ડેટ કરતો હોવાનું સામે આવ્યું હતું હવે એવો રિપોર્ટ આવી રહ્યો છે કે બંને આજે સગાઇ કરવાના છે.

by Zalak Parikh
naga chaitanya to get engaged with sobhita dhulipala today

News Continuous Bureau | Mumbai

Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય ના લગ્ન સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. પરંતુ ત્રણ વર્ષ પહેલાં બંને ના છૂટાછેડા થઇ ગયા છે. છૂટાછેડા બાદ નાગા ચૈતન્ય નું નામ મેડ ઈન હેવન અભિનેત્રી શોભિતા ધુલિપાલા સાથે જોડાયું હતું. હવે એવો રિપોર્ટ આવી રહ્યો છે કે બંને આજે સગાઇ કરવાના છે. 

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: વિનેશ ફોગટ ના ઓલિમ્પિક સેમિફાઇનલ માં જીત બાદ કંગના ની પોસ્ટ થઇ વાયરલ, પીએમ મોદી વિશે કહી આવી વાત

નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા આજે કરશે સગાઇ 

મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા આજે સગાઈ કરવાના છે. સગાઇ નું ફંક્શન ખાનગી હશે તેમજ આ ફંક્શન નાગાના ઘરે થવાનું છે. રિપોર્ટ્સનું કહેવું છે કે, નાગા ચૈતન્ય અને શોભિતાના આ સંબંધને નાગા ના પિતા નાગાર્જુન ની પણ મંજૂરી મળી ગઈ છે, તેઓ સગાઈ પછીના ફંક્શનની તસવીરો શેર કરીને તેને ઓફિશિયલ કરશે.


આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો નાગા અને શોભિતા ના ઓફિશ્યલ જાહેરાત ની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા થોડા સમય પહેલા યુરોપમાં સાથે જોવા મળ્યા હતા. જોકે બંને માંથી કોઈએ તેમના સંબંધ ને ઓફિશિયલ નથી કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More