News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે પોતાની પ્રેગ્નન્સીમાં (Alia Bhatt pregnency)પણ કામ કરી રહી છે. પોતાની આગામી ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને(darlings) લઈને હવે આલિયા ઘણી મહેનત કરી રહી છે. તેની ફિલ્મ 'ડાર્લિંગ્સ' આ મહિનાની ૫ તારીખે નેટફ્લિક્સ (netflix)પર રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા આલિયા દરેક જગ્યાએ જઈ પોતાની ફિલ્મનું પ્રમોશન(promotion) કરી રહી છે. આ દરમિયાન હાલમાં જ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુ આપ્યો અને તે ઈન્ટરવ્યુમાં તેણે પોતાના મનની વાત કહી દીધી.
આલિયાએ જણાવ્યું કે, કેવી રીતે તેની ફિલ્મ મહિલાઓનું દુઃખ વ્યક્ત કરશે. તેણે એવું પણ કહ્યું કે સમાજમાં મહિલાઓને દબાવીને રાખવામાં આવે છે. ફિલ્મને લઈને આલિયા પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુ(interview) દરમિયાન વાંધાજનક ટિપ્પણી (sexist comment)વિશે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેણે જણાવ્યું કે, કેવી રીતે મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે તેમને કેવી રીતે રહેવાનું છે. કેવી રીતે મહિલાઓને સમાજમાં ખોટી વસ્તુઓનો સામનો કરવો પડે છે અને ઈન્ડસ્ટ્રીમાં પણ સેક્સિઝ્મ થાય છે. આલિયાએ જણાવ્યું કે, તેને એ વાતનો ગુસ્સો(angry) આવે છે જ્યારે મહિલાઓને તેમના ઇનરવેર(undergarments) છુપાવવા માટે કહેવામાં આવે છે. એક્ટ્રેસે કહ્યું, ઇનરવેર ને કેમ છુપાવવું પડે છે, તે પણ એક કપડું છે, પરંતુ પુરુષોને(gents) તેમને અન્ડગાર્મેન્ટ્સ છુપાવવા માટે નથી કહેવામાં આવતું. એક્ટ્રેસે કહ્યું, મેં ઘણી વખત વાંધાજન ટિપ્પણીઓનો સામનો કર્યો છે. જાે કે ત્યારે મેં ધ્યાન ન આપ્યું, પરંતુ હું આ બધા વિશે ઘણું વિચારું છું કેમ કે હું આ મુદે જાગૃત રહું છું. હવે મને સમજાયું કે તે એક સેક્સ્ટિ કમેન્ટ(sexist comment) હતી. ઘણી વખત મારા મિત્રો પણ મને કહેતા કે આટલું સેન્સિટિવ(sensetive) ના બોલીશ, કે તું પિરિઅ્ડસમાં થઈ છે? ત્યારે હું કહેતી કે હું સેન્સિટિવ નથી. તમારો જન્મ પણ આ જ કારણે થાય છે કેમ કે મહિલાઓ પિરિઅડ્સમાં (periords)થાય છે.
આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનામાં ઉલેમા ભડક્યા. મુસલમાનો એ શિવ શંભુ ગીત ગાયું
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ 'ડાર્લિંગ્સ' અને હોલિવૂડ ડેબ્યુ (Hollywood debut)ફિલ્મ સિવાય રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', રણબીર કપૂરની (Ranbir Kapoor)સાથે 'બ્રહ્માસ્ત્ર'માં જાેવા મળશે. આ બંને ફિલ્મો બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મો છે, જેની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.