Site icon

કાર્તિક આર્યને કરણ જાેહર અને સારા સામે લીધો બદલો-અભિનેત્રી ના ભૂતપૂર્વ નિવેદન પર અભિનેતા એ આપ્યો વળતો જવાબ

News Continuous Bureau | Mumbai

કાર્તિક આર્યનને કરણ જાેહરે પોતાની ફિલ્મ ‘દોસ્તાના ૨’ (Dostana 2)માંથી હાંકી કાઢ્યો હતો અને ત્યારબાદ કાર્તિકની કરિયર જાેખમમાં મૂકાઈ હોય તેમ લાગતુ હતું. કાર્તિકના ખરાબ દિવસો આવે તે પહેલાં જ ‘ભૂલ ભુલૈયા ૨’ સુપરહિટ (suoperhit)સાબિત થઈ. સમ્રાટ પૃથ્વીરાજ જેવી બિગ બજેટ ફિલ્મને પછાડવામાં કાર્તિક સફળ રહેતાં તેની ગણતરી હવે સ્ટાર તરીકે થવા માંડી છે.

Join Our WhatsApp Community

કાર્તિક માટે સમય બદલાયો છે અને તેનો કોન્ફિડન્સ પણ વધ્યો છે. હાલમાંજ કોફી વિથ કરણમાં સારા અલી ખાન અને કરણ જાેહરે કાર્તિક આર્યનની ઠેકડી ઉડાવી હતી. તેનો જવાબ આપતાં કાર્તિકે કહ્યું હતું કે, રેપિડ ફાયર(Rapidfire) શોમાં મળતી પોપ્યુલારિટીથી તે ખુશ છે.  એક ઈન્ટરવ્યૂ દરમિયાન કાર્તિકને પૂછવામાં આવ્યુ હતું કે, તેને સૌથી વધારે ગર્વ કઈ બાબતનો છે? જવાબમાં તેણે કહ્યું હતું કે, રેપિડ ફાયર શોમાં પોપ્યુલારિટીથી (popularity)તે ખૂબ ખુશ છે.કોફી વિથ કરણના એપિસોડ દરમિયાન કરણ જાેહરે સારાને પૂછ્યુ હતું કે, તેનો એક્સ એ અન્યનો પણ એક્સ છે. સારાએ કહ્યું હતું કે, તે બધાનો એક્સ જ છે. અગાઉના એપિસોડમાં રણવીર સિંહે કાર્તિક આર્યનની નકલ કરી હતી. કાર્તિકના વળતા જવાબ અંગે ફેન્સનું માનવું છે કે, તેણે સારા-કરણ ઉપરાંત રણવીરને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે અને સ્ટાર જેવો એટિટ્યુડ (attitude)બતાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : રણવીર સિંહના ન્યૂડ ફોટો પર મચ્યો હંગામો-આ શહેરમાં લોકોએ તેની તસવીર પર કપડાં કર્યા દાન-જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે અગાઉ 2018માં જ્યારે સારા અલી ખાન તેના પિતા સાથે 'કોફી વિથ કરણ'ના એપિસોડમાં આવી હતી ત્યારે તેણે કહ્યું હતું કે તેને કાર્તિક આર્યન ખૂબ જ આકર્ષક લાગે છે. આ પછી બંનેએ ફિલ્મ 'લવ આજ કલ'માં(Luv aaj kal) પણ સાથે કામ કર્યું હતું. 2020માં રિલીઝ થયેલી આ ફિલ્મ દરમિયાન તેમના ડેટિંગના(dating) સમાચાર પણ ચર્ચામાં હતા. જોકે, બાદમાં બંને અલગ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કાર્તિકે સારાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધું છે.

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version