News Continuous Bureau | Mumbai
સંજય લીલા ભણસાલી તેમની પીરિયડ ડ્રામા સીરિઝ હીરા મંડી (Heera Mandi)માટે લાંબા સમયથી ચર્ચામાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે પોતાની વેબ સિરીઝમાં ફરદીન ખાનને(Fardeen Khan) પણ કાસ્ટ કર્યો છે. આ ફિલ્મમાં ફરદીન અદિતિ રાવ હૈદરી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફરદીન 12 વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળશે. તે છેલ્લે 2010માં આવેલી ફિલ્મ દુલ્હા મિલ ગયામાં જોવા મળ્યો હતો. એવા પણ સમાચાર છે કે પીઢ અભિનેત્રી મુમતાઝ(Mumtaz) પણ હીરા મંડીમાં કામ કરી રહી છે, જે સંબંધોમાં ફરદીનની સાસુ લાગે છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે સાસુ અને જમાઈ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
વિતેલા જમાનાના સ્ટાર ફિરોઝ ખાનનો(Feroz Khan) પુત્ર ફરદીન ખાન પિતાની જેમ ઈન્ડસ્ટ્રીમાં ઊંચાઈને સ્પર્શી શક્યો નથી. 1998માં આવેલી ફિલ્મ ‘પ્રેમ અગન’થી ડેબ્યૂ કરનાર ફરદીનની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી તેણે ‘જંગલ’, ‘લવ કે લિયે કુછ ભી કરેગા’, ‘ઓમ જય જગદીશ’, ‘ભૂત’, ‘નો એન્ટ્રી’, ‘હે બેબી’, સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. પછી એક દિવસ તે અચાનક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો. તે ક્યાં હતો અને શું કરી રહ્યો હતો તેની કોઈને ખબર નહોતી. કહેવાય છે કે તેણે ડ્રગ્સ (drugs)લેવાનું પણ શરૂ કર્યું હતું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. એવા પણ સમાચાર છે કે તે સલમાન ખાન અને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં પણ જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ત્રીજો નેશનલ એવોર્ડ જીતવા પર અજય દેવગને કહી આ વાત-અભિનેતા સૂર્યા ને પણ પાઠવ્યા અભિનંદન
તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali)આ વેબ સિરીઝ જબરજસ્ત સ્ટારકાસ્ટથી સજ્જ છે. રેખા ઉપરાંત માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને મુમતાઝ પણ તેમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 કરોડની આ વેબ સિરીઝને ડાયરેક્ટ કરવા માટે ભણસાલીએ લગભગ 65 કરોડ રૂપિયા ફી લીધી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હીરા મંડી લગભગ 6 થી 7 સિરીઝ ની હશે. તમને જાણીને નવાઈ લાગશે કે જે જગ્યા પર આ સિરીઝ બની રહી છે તે લાહોરમાં (Lahore)છે, જેને રેડ લાઈટ એરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.