Site icon

જે પાર્ટીમાં પાપા ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યાં એક વેઈટર તરીકે કામ કરતી હતી રૂપાલી- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ એક ભાવનાત્મક પોસ્ટમાં કહી પોતાની આપવીતી

News Continuous Bureau | Mumbai

લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી(Rupali Ganguly) ને આજે કોઈ પરિચયની જરૂર નથી. અનુપમા નું આ પાત્ર તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે, જેણે તેને એક નવી ઓળખ આપી છે. દર્શકો તેના આ  પાત્રને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે રૂપાલી ઉર્ફ અનુપમા(Anupama) હાલમાં ટેલિવિઝન ઉદ્યોગની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. પણ આ સ્થાન સુધી પહોંચવાની સફર રૂપાલી માટે આસાન ન હતી.તે આજે જે પદ પર છે તેના માટે તેણે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સંઘર્ષોનો(struggle) સામનો કર્યો છે. તમને જણાવી દઈએ કે રૂપાલીએ માત્ર 12 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. હ્યુમન ઓફ બોમ્બેએ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પેજ પર રૂપાલીના ડેબ્યૂના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે.

Join Our WhatsApp Community

રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે તેને બાળપણથી જ એક્ટિંગનો (acting)શોખ છે. તેમના પિતા અનિલ ગાંગુલી દિગ્દર્શક હતા, તેથી તેમના ઘરમાં બાળપણથી જ અભિનયનું વાતાવરણ હતું. રૂપાલીના પિતા ખૂબ જ સફળ નિર્દેશક હતા અને તેમણે એકથી વધુ હિટ ફિલ્મો આપી હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે અનિલ ગાંગુલીની ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ(flop) થવા લાગી. જેના કારણે રૂપાલીનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરવા લાગ્યો હતો.રૂપાલીએ એક બુટિકમાં પણ કામ કર્યું હતું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા વેઇટ્રેસ (waitress)તરીકે નોકરી લીધી હતી. એકવાર જે પાર્ટીમાં રૂપાલીના પપ્પાને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, તે જ પાર્ટીમાં રૂપાલી વેઈટરનું કામ સંભાળતી હતી. રૂપાલી માટે આ સફર આસાન ન હતી, પરંતુ હવે તે દર્શકોના દિલ પર રાજ કરે છે.

આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન-એક કે બે નહીં આ ફોટામાં છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 5 મોટા સુપરસ્ટાર-જે કોઈ આ સ્ટાર્સ ને ઓળખી બતાવશે તે કહેવાશે સરતાજ

તમને જણાવી દઈએ કે રૂપાલીએ અનુપમા (Anupama)સિરિયલથી ઘણી સફળતા મેળવી છે. રૂપાલી જણાવે છે કે તે તેના પિતાના મૃત્યુ બાદ ખૂબ જ ભાંગી પડી હતી અને તે જ સમયે તેને અનુપમાની ઓફર મળી હતી. પરંતુ તેણી તેના પિતાના મૃત્યુના દુઃખને દૂર કરી શકી ન હતી અને થોડા સમય માટે વિરામ ઇચ્છતી હતી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં રૂપાલીને તેના પતિ અશ્વિને (Ashwin)સંભાળી અને જીવનમાં આગળ વધવાની અને કામ કરવાની પ્રેરણા આપી.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version