Site icon

શું બે બાળકો ના માતા પિતા બનશે રણબીર કપૂર આલિયા ભટ્ટ- અભિનેતા એ રમત રમત માં આપી આ હિન્ટ

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડ ના પાવર કપલ્સ (power couples)તરીકે ઓળખાય છે. આલિયા અને રણબીર ટૂંક સમયમાં જ માતા પિતા(parents) બનવા જઈ રહ્યા છે, ત્યારે બંને પહેલીવાર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. આ દરમિયાન રણબીર કપૂરનો એક ઈન્ટરવ્યુ(interview) પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના બાળક વિશે વાત કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં રણબીર કપૂર તેની ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશનમાં(Shamshera promotion) વ્યસ્ત છે. આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થવાની છે, જેમાં રણબીરની સાથે વાણી કપૂર અને સંજય દત્ત પણ છે. હાલમાં જ રણબીર એક ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક ગેમ રમી જેમાં તેણે બે સત્ય અને એક જૂઠ બોલવાનું હતું. આવી સ્થિતિમાં રણબીરના જવાબ સાંભળી ચાહકો એ  એવી અટકળો લગાવી હતી કે તે ટ્વિન્સનો(twins) પિતા બનવાનો છે.રણબીરે કહ્યું, 'મારે જોડિયા બાળકો છે, હું બહુ મોટી પૌરાણિક ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છું અને હું કામમાંથી લાંબો બ્રેક લઈ રહ્યો છું.' હવે રણબીરના જવાબથી ચાહકો માની રહ્યા છે કે કામમાંથી બ્રેક લેવો એ ખોટો જવાબ છે અને અભિનેતા જોડિયા બાળકોના પિતા બનવાનો છે. એક પ્રશંસકે કોમેન્ટ કરીને લખ્યું, 'લોંગ બ્રેક એ ખોટું છે', જ્યારે બીજાએ લખ્યું, 'ઓહ માય ગોડ, ટ્વિન્સ.'

આ સમાચાર પણ વાંચો : કૌન બનેગા કરોડપતિ ના પહેલા એપિસોડમાં જોવા મળશે આ સુપરસ્ટાર-કરોડપતિ બનવા માટે હોટ સીટ પર બેસી ને આપશે મુશ્કેલ પ્રશ્નોના જવાબ

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ હાલમાં જ તેની હોલિવૂડ ડેબ્યુ ફિલ્મનું (Hollywood film)શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી છે. તે જ સમયે, રણબીર 'શમશેરા'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ પછી બંનેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ શક્ય તેટલી વહેલી તકે તેમના વર્ક કમિટમેન્ટ્સ (work commitments)પૂર્ણ કર્યા પછી ગર્ભાવસ્થાના તબક્કાનો સંપૂર્ણ આનંદ માણવા માંગે છે. આલિયાની ડયુ ડેટ ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં જણાવવામાં આવી રહી છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version