News Continuous Bureau | Mumbai
ડાન્સ રિયાલિટી શો, ‘ઝલક દિખલા જા’ તેની 10મી(Jhalak Dikhlaja) સીઝન સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે.લાંબા સમય બાદ ટીવી પર પરત ફરી રહેલા આ શોને લઈને મેકર્સની સાથે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. સામે આવી રહેલી માહિતી અનુસાર, મેકર્સ શોના સ્પર્ધકોને લઈને સેલેબ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. તે જ સમયે એવા સમાચાર છે કે આમાં હિના ખાન(Hina Khan) અને નિયા શર્મા (Nia Sharma)તેમના જબરદસ્ત ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળશે. જ્યારે હિના સાથે શોમાં જોડાવા માટે વાતચીત ચાલી રહી છે, ત્યારે નિયા આ શોનો ભાગ બનવા માટે તૈયાર છે. આ સિવાય એવી માહિતી પણ સામે આવી રહી છે કે ટીવીના સૌથી લોકપ્રિય શો અનુપમામાં સમર તરીકે ઘર-ઘરનું નામ બની ગયેલા અભિનેતા પારસ કલનાવત(Paras Kalalnvat) પણ સ્પર્ધક તરીકે સાઈન કરવામાં આવ્યો છે. સારી વાત એ છે કે પારસ પ્રોફેશનલ ડાન્સર(dancer) અને કોરિયોગ્રાફર છે. લાગે છે કે અભિનેતા ઝલક દિખલા જાનો ભાગ બનવા માટે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે હિના ખાન અને નિયા શર્મા કેટલીક ટીવી સીરિયલ્સમાં (TV serials)પોતાનો અભિનય બતાવી ચૂકી છે. આ સિવાય તેમણે કેટલાક રિયાલિટી શો(reality show)માં પણ કામ કર્યું છે. હિના ખાન ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 8 અને બિગ બોસ 11નો ભાગ રહી ચૂકી છે. જો આપણે નિયા શર્મા વિશે વાત કરીએ, તો તે આજે પણ જમાઈ રાજાની અભિનેત્રી તરીકે ઓળખાય છે. તેણે નાગિન 4માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ, તેણે ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની આઠમી સિઝનમાં ભાગ લીધો હતો. તેણે 2020માં ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી – મેડ ઈન ઈન્ડિયાનું ટાઈટલ(made in India) પણ જીત્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ઓય લકી લકી ઓય ની અભિનેત્રીનો મોટો ખુલાસો- એક ઉદ્યોગપતિએ પગારદાર પત્ની બનવા માટે આપી હતી આટલી ઓફર
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, માધુરી દીક્ષિત, કરણ જોહર અને નોરા ફતેહી ઝલક દિખલા જા સીઝન 10 ના જજ(judge) હશે. તમને જણાવી દઈએ કે પહેલા એવા સમાચાર હતા કે કાજોલ(Kajol) આ શોને જજ કરવા જઈ રહી છે. જોકે, તેણે જજ બનવાનો ઇનકાર કર્યો હતો. જો કે તેના ઇનકારનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, આ શો સપ્ટેમ્બરમાં શરૂ થશે અને મેકર્સ તેના માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે.