News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની 'સમ્રાટ પૃથ્વીરાજ'(Samrat Prithviraj)થિયેટર બાદ હવે OTT પર પણ રિલીઝ થવા જઈ રહી છે. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત, યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત સમ્રાટ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર, સંજય દત્ત અને સોનુ સૂદ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 જુલાઈથી એમેઝોન પ્રાઇમ વીડિયો(Amazon prime video) પર એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. તે ભારત (India)ઉપરાંત વિશ્વના 240 દેશોમાં જોવા માટે ઉપલબ્ધ હશે.
માનવ વિજ, આશુતોષ રાણા અને સાક્ષી તંવર જેવા શ્રેષ્ઠ સ્ટાર્સે પણ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં કામ કર્યું છે. 'બંટી ઔર બબલી 2' અને 'જયેશભાઈ જોરદાર' પછી 'સમ્રાટ પૃથ્વીરાજ' એ યશ રાજ ફિલ્મ્સ (YRF) સાથેના લાઇસન્સિંગ ડીલ હેઠળની ત્રીજી ફિલ્મ છે જે પ્રાઇમ વિડિયો )Amazon prime video)પર પ્રીમિયર થશે.અક્ષય કુમારે 'સમ્રાટ પૃથ્વીરાજ'ની ઓટીટી રિલીઝ પર કહ્યું, "મારા ત્રણ દાયકાના કરિયરમાં મને આટલી મોટી ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા ભજવવાની તક ક્યારેય મળી નથી. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવવા માટે મને આટલી મોટી ઐતિહાસિક ફિલ્મમાં ભૂમિકા ભજવવાની તક મળી નથી. હું અત્યંત ઉત્સાહિત છું કે આ ઐતિહાસિક વાર્તા હવે 1 જુલાઈથી એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા ઘરે-ઘરે પહોંચી રહી છે, અને મને આનંદ છે કે વિશ્વભરના(worldwide) દર્શકો આ માધ્યમ ઘ્વારા ભારતના(Indian) એક મહાન યોદ્ધા અને હીરો પરાક્રમી રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની પ્રેરણાદાયી વાર્તા જોઈ શકશે."
આ સમાચાર પણ વાંચો : શું માતા બનવા જઈ રહી છે આલિયા ભટ્ટ – રણબીર કપૂર સાથેની તસવીર શેર કરીને આપ્યા સારા સમાચાર
શંકર-અહેસાન-લોયની પ્રખ્યાત ત્રિપુટીએ 'સમ્રાટ પૃથ્વીરાજ'નું સંગીત આપ્યું છે. ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત આ એક્શન ડ્રામા (action drama film)ફિલ્મમાં સુપરસ્ટાર અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી છે, આ ફિલ્મ કવિ ચંદબરદાઈ દ્વારા લખાયેલ મહાકાવ્ય 'પૃથ્વીરાજ રાસો' પર આધારિત છે.