Site icon

9 વર્ષ ની ઉંમરમાં આરડી બર્મને તેમના પિતા એસડી બર્મન પર તેમની ધૂન ચોરી કરવાનો લગાવ્યો હતો આરોપ- જાણો પિતા-પુત્ર નો મજેદાર કિસ્સો

News Continuous Bureau | Mumbai

સંગીત ઉદ્યોગ એ સિનેમા જગતનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં ઘણા સંગીત નિર્દેશકો આવતા અને જતા રહે છે. પરંતુ આર.ડી. બર્મન એટલે કે રાહુલ દેવ બર્મન આ ઈન્ડસ્ટ્રીમાં અલગ હતા, જેમણે સંગીતની દુનિયાને એક નવી ઓળખ આપી. આજે એટલે કે 27મી જૂને આરડી બર્મન નો જન્મદિવસ(R.D.Burman)છે. 300થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર આરડી.બર્મનને સંગીતનું જ્ઞાન વારસામાં મળ્યું છે એમ કહેવું ખોટું નહીં હોય. તેમના પિતા એસડી બર્મન(SD Burman) તેમના સમયના પ્રખ્યાત સંગીત નિર્દેશક હતા, જેમના ગીતો આજે પણ ચાહકોના હૃદયને સ્પર્શે છે. પરંતુ શું તમે જાણો છો કે આરડી બર્મને(RD Burman) નવ વર્ષની ઉંમરે તેમના પિતા પર ટ્યુન ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે અમે તમને આરડી બર્મનના જન્મદિવસ પર તેમના બાળપણની આ વાર્તા જણાવીએ છીએ.

Join Our WhatsApp Community

આરડી બર્મનના જીવન સાથે સંબંધિત આ ટુચકો એ સમયનો છે જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા અને તેમના પિતાથી દૂર કોલકાતામાં(calcutta) અભ્યાસ કરતા હતા. એ દિવસોમાં એસડી બર્મન મુંબઈમાં (Mumbai)રહેતા હતા અને અહીં રહીને ફિલ્મો માટે સંગીત આપતા હતા. દરેક પિતાની જેમ એસડી.બર્મન પણ માનતા હતા કે રાહુલ દેવે વાંચવું અને લખવું જોઈએ એટલે કે તેમને પૂરું ધ્યાન પોતાના ભણતર માં રાખવું જોઈએ.(education) પરંતુ તેનું ધ્યાન નાનપણથી જ સંગીતમાં હતું અને તેના કારણે એક વખત પરીક્ષામાં ઓછા નંબર આવ્યા. મુંબઈમાં બેઠેલા એસડી બર્મનને આ વાતની જાણ થતાં તેઓ તરત જ કોલકાતા પહોંચ્યા.જ્યારે એસડી.બર્મને તેમના પુત્રનું રિપોર્ટ કાર્ડ (report card)જોયું તો તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે પુત્ર રાહુલ ને  ઠપકો આપ્યો અને પૂછ્યું કે શું તે ભણવા નથી માંગતો? આના પર આરડી બર્મન પણ તરત જ પોતાનો જવાબ રજૂ કર્યો અને કહ્યું કે મારે સંગીતકાર બનવું છે. 9 વર્ષની ઉંમરે, એસડી. બર્મન તેમના પુત્રના મોઢેથી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પછી તેમણે  પૂછ્યું કે શું તેણે કોઈ ધૂન તૈયાર કરી છે. પછી આરડી. બર્મને તરત જ પિતાની સામે નવ ધૂન રજૂ કરી. જે બાદ એસડી બર્મન પણ કોઈ પ્રશ્ન કર્યા વગર મુંબઈ પરત ફર્યા (back to Mumbai)હતા.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની જૂની અંજલિ ભાભી એટલે કે નેહા મેહતા એ મેકર્સ પર લગાવ્યો આ આરોપ- ફી ને લઇ ને કહી આવી વાત

થોડા મહિનાઓ પછી કોલકાતાના સિનેમાઘરોમાં ફિલ્મ 'ફન્ટૂસ' (Fantoos)રીલિઝ થઈ, જેમાં આરડી બર્મને એ જ ધૂન  સાંભળી જે તેણે થોડા સમય પહેલા તેના પિતાને સંભળાવી હતી. અચાનક તેમની ધૂન સાંભળીને આરડી બર્મન ગુસ્સે થઈ ગયા અને તેમના પિતાને કહ્યું કે તેમણે તેમની ધૂન ચોરી(stole tune) લીધી છે. તેના પર એસડી  બર્મને પણ એવો  જવાબ આપ્યો, જેના કારણે પુત્ર ની બોલતી બંધ થઇ ગઈ. તેમણે કહ્યું કે તે જોવા માંગે છે કે લોકોને તેની ધૂન પસંદ છે કે નહીં. પિતાની વાત સાંભળીને આરડી  બર્મન કંઈ બોલી શક્યા નહીં.જ્યારે આરડી બર્મન સંગીતની દુનિયામાં પ્રવેશ્યા ત્યારે તેમણે આ ઉદ્યોગમાં ધૂમ મચાવી હતી. તેમણે  રેટ્રો મ્યુઝિકમાં(retro music) વેસ્ટર્ન ટિજ ઉમેર્યું હતું અને તેની શૈલી આજે પણ લોકો પસંદ કરે છે. લોકો આજે પણ આરડી બર્મનના ગીતો ખૂબ જ ભાવથી સાંભળે છે. તેમને  'ભૂત બંગલો',  'પડોસન', 'પ્યાર કા મૌસમ', 'કટી પતંગ', 'ધ ટ્રેન','સત્તે પે સત્તા', 'શક્તિ' અને 'સાગર' જેવી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

 

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version