Site icon

શું આ ઉંમરે ગર્ભવતી થશે અનુપમા-હવે શોમાં આવશે માન નો દીકરો- આ અભિનેતા ભજવશે રોલ

News Continuous Bureau | Mumbai

ટીવી શો 'અનુપમા'ની વાર્તામાં(anupama) કેટલાક ઉતાર-ચઢાવ છે જે દર્શકોને આ શોમાં રસ રાખે છે. અનુપમા અને અનુજ કાપડિયાના લગ્ન બાદ ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શું 'માન'ને આ ઉંમરે કોઈ સંતાન(children) થશે? જોકે મેકર્સે દર્શકોને દીકરી દત્તક લેતા બતાવીને ચોંકાવી દીધા હતા. છોટી અનુએ વાર્તામાં પ્રવેશ કર્યો ત્યારથી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

પરંતુ શું અનુજ કાપડિયા અને અનુપમા હવે તેમના પરિવારને વધુ વિસ્તારવાનું વિચારશે? 'અનુપમા' ફેમ કલાકારો ગૌરવ ખન્ના (Gaurav Kahnna)અને રૂપાલી ગાંગુલીએ(Rupali Ganguly) તાજેતરમાં એક લાઈવ વીડિયોમાં કંઈક એવું કહ્યું જે તમને પણ ચોંકાવી દેશે. અનુજ કાપડિયાની ભૂમિકા ભજવનાર ગૌરવ ખન્નાએ વીડિયોમાં કહ્યું કે ટૂંક સમયમાં અનુપમા અને અનુજનો પુત્ર પણ આવશે.ગૌરવ ખન્નાએ લાઈવ વીડિયોમાં(live video) કહ્યું-’ માનનો દીકરો પણ આવશે, જે પાત્ર હું જ  ભજવીશ. અનુજ કાપડિયા અને અનુપમા બે માંથી ત્રણ તો થઇ ગયા  છે. પણ શું આ જોડી હવે ત્રણ ની ચાર થવાની છે? સત્ય તો એ છે કે ગૌરવ ખન્નાએ લાઈવ વીડિયોમાં મજાકમાં આ વાત કહી હતી. વીડિયોમાં રૂપાલી ગૌરવને જોઈને હસતી જોઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સરોગસી વિવાદ પર નયનતારા-વિગ્નેશ શિવન વિશે થયો ચોંકાવનારો ખુલાસો- 6 વર્ષ પહેલા જ કરી લીધું હતું આ કામ

આ ક્લિપને (clip)શેર કરતી વખતે, એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું – GKએ આનો અંદાજ ઘણા સમય પહેલા લગાવી દીધો હતો. આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- જો આવું થશે તો વનરાજ શાહ(Vanraj Shah)ને પણ એક પુત્ર થશે અને સુધાંશુ પાંડે તેની ભૂમિકા ભજવશે. એક વ્યક્તિએ આનો જવાબ આપ્યો – શું તમે જાણો છો કે કોઈ દિવસ આવું થાય.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version