Site icon

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં રિયા અને શોવિક ચક્રવર્તી ની મુશ્કેલી વધી-કોર્ટમાં ઘડાયા આરોપ-આ તારીખે થશે સુનાવણી

News Continuous Bureau | Mumbai 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB)બુધવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત ડ્રગ્સ(Sushan singh rajput drug case) કેસમાં મુંબઈની(Mumbai) વિશેષ અદાલત સમક્ષ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક  ચક્રવર્તી અને અન્યો સામે આરોપો ઘડ્યા છે. મીડિયામાં પ્રકાશિત થયેલા એહવાલ અનુસાર, વિશેષ સરકારી વકીલ એ જણાવ્યું હતું કે કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં(chargesheet) દર્શાવ્યા મુજબ ફરિયાદ પક્ષે તમામ આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે.

Join Our WhatsApp Community

રિપોર્ટ અનુસાર, ફરિયાદ પક્ષે રિયા અને શોવિક પર ડ્રગ્સનો (drugs)દુરુપયોગ અને સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનો અને તેના માટે પૈસા ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. વિશેષ સરકારી વકીલે કહ્યું કે કોર્ટ તમામ આરોપીઓ સામે આરોપ ઘડવાની (Charge framed)છે. જો કે આ કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ કેટલાક આરોપીઓએ નિર્દોષ છોડવા માટે અરજી કરી છે.તેના પર કોર્ટે કહ્યું છે કે ડિસ્ચાર્જ પિટિશન(Discharge petition) પર નિર્ણય આવ્યા બાદ જ આરોપો ઘડવામાં આવશે. સુનાવણી દરમિયાન બુધવારે રિયા, શોવિક તથા અન્ય આરોપીઓ કોર્ટમાં (court)હાજર થયા હતા. વિશેષ ન્યાયાધીશે આ મામલાની સુનાવણી 12 જુલાઈના રોજ નક્કી કરી છે.

આ સમાચાર પણ વાંચો : પોતાની થીમથી સાવ અલગ છે અક્ષય કુમાર ની રક્ષા બંધન- ટ્રેલર જોઈ હસી ને થઇ જશો લોટ પોટ- જુઓ ફિલ્મનું મજેદાર ટ્રેલર

સુશાંત 14 જૂન, 2020 ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે મૃત (death)હાલતમાં મળી આવ્યો હતો. સીબીઆઈ (CBI)તેમના મૃત્યુ સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહી છે. જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB)પણ આ મામલે અલગ-અલગ તપાસ શરૂ કરી છે. સપ્ટેમ્બર 2020માં આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, લગભગ એક મહિના જેલમાં વિતાવ્યા પછી, બોમ્બે હાઈકોર્ટે(Bombay high court) તેમને જામીન આપ્યા. તેના માટે કથિત રીતે ડ્રગ્સનું સેવન, રાખવા અને લેવડદેવડ કરવાના કેસમાં શોવિક અને અન્ય કેટલાકને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ પૈકી મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર બહાર છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version