સરોગસી વિવાદ પર નયનતારા-વિગ્નેશ શિવન વિશે થયો ચોંકાવનારો ખુલાસો- 6 વર્ષ પહેલા જ કરી લીધું હતું આ કામ

News Continuous Bureau | Mumbai

સાઉથ ઈન્ડસ્ટ્રીની લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી નયનતારા(Nayanthara) હાલમાં જ તેના ઘરે નાના રાજકુમારોનું આગમન થયું છે. અભિનેત્રી અને તેના પતિ વિગ્નેશ શિવન તાજેતરમાં બે જોડિયા પુત્રોના માતા-પિતા બન્યા હતા, જેની માહિતી વિગ્નેશ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. પરંતુ લગ્નના માત્ર ચાર મહિનામાં જ સરોગસી(sarogesy) દ્વારા માતા-પિતા બનવાથી બંને મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા(social media) યુઝર્સ આ બંને પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં રાજ્ય સરકારે(state government) પણ નયનતારા અને વિગ્નેશ સામે પગલાં લેવાની વાત કરી હતી. હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે, જે ચોંકાવનારો છે.

Join Our WhatsApp Community

વિગ્નેશ શિવને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને માતા-પિતા બનવાના ખુશખબર શેર કર્યા, ત્યારબાદ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે (Subramaniam)બાળકોના જન્મ પર સવાલ ઉઠાવ્યા અને દંપતીને આ મામલે ખુલાસો માંગવા નો આદેશ આપ્યો. હવે અહેવાલ છે કે આ માંગણી બાદ નયનતારા અને વિગ્નેશ એ સરકાર સમક્ષ  એફિડેવિટ(Affidavit) રજૂ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, કપલ દ્વારા શેર કરવામાં આવેલી એફિડેવિટમાં તેમના લગ્નનું સત્ય ખુલ્લેઆમ સામે આવ્યું છે. વાસ્તવમાં, આ મુજબ, 'બંનેએ છ વર્ષ પહેલા રજિસ્ટર્ડ લગ્ન (registered marriage)કર્યા હતા. નયનતારા અને વિગ્નેશે છ વર્ષ પહેલા તેમના લગ્નની નોંધણી કરાવી હતી. દંપતીએ એફિડેવિટ સાથે લગ્નના કાગળો જમા કરાવ્યા હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી નયનતારા અને વિગ્નેશ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : ઓ એન્ટાવા પછી હવે 'પુષ્પા 2'માં જોવા મળશે જબરદસ્ત આઈટમ સોંગ-આ અભિનેત્રી બતાવશે પોતાના ડાન્સ મૂવ્સ

આ સાથે રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે નયનતારા અને વિગ્નેશના બાળકોની સરોગેટ મધર(sarogat mother) અભિનેત્રીની સંબંધી છે. આ મહિલા યુએઈમાં રહે છે. એટલું જ નહીં, તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ કપલના જોડિયા બાળકોનો જન્મ ચેન્નાઈની (Chennai)એક હોસ્પિટલમાં થયો હતો. જણાવી દઈએ કે 2021ના સરોગસી એક્ટ મુજબ, કોઈપણ દંપતીને સરોગસીની જરૂર હોય તો તેણે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે લગ્ન કર્યા હોવા જોઈએ. સરોગેટ સ્ત્રી દંપતીની નજીક હોવો જોઈએ. આવી સ્થિતિમાં નયનતારા અને વિગ્નેશે નિયમોનું પાલન કર્યું છે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version