Site icon

ઓ એન્ટાવા પછી હવે ‘પુષ્પા 2’માં જોવા મળશે જબરદસ્ત આઈટમ સોંગ-આ અભિનેત્રી બતાવશે પોતાના ડાન્સ મૂવ્સ

News Continuous Bureau | Mumbai

ફિલ્મ 'પુષ્પા' ચાહકોને ઘણી પસંદ આવી હતી. ફિલ્મના ગીતોને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. આ ફિલ્મનું ગીત 'ઓ એન્ટાવા' (O antava)એક સમયે લોકોના હોઠ પર ચડી ગયું હતું. હવે આ અદ્ભુત ગીતનો ભાગ 2 પણ ટૂંક સમયમાં દર્શકોની સામે આવવાનો છે. આવી સ્થિતિમાં તેના પહેલા ગીતના આઈટમ સોંગને(item song) યાદ કરીને બીજા ભાગમાં પણ આઈટમ સોંગની ચર્ચાએ જોર પકડ્યું છે. સમંથા પ્રભુએ(Samantha Prabhu) ફિલ્મના પહેલા ભાગમાં જબરદસ્ત ડાન્સ (dance)કર્યો હતો. આવી સ્થિતિમાં, હવે બીજા ભાગ માં કઈ અભિનેત્રી આ આઈટમ સોન્ગ કરવાની છે તેના વિશે ચર્ચા ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

એક ન્યૂઝ વેબસાઈટ ના સમાચાર અનુસાર, ફિલ્મમાં આઈટમ સોંગ કરવા જઈ રહેલી અભિનેત્રીનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ હશે.જણાવી દઈએ કે ‘પુષ્પા 2’ ના આઈટમ સોંગ માટે નોરા ફતેહીનું(Nora Fatehi) નામ પણ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરા તેના જબરદસ્ત ડાન્સ મૂવ્સથી દર્શકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડશે નહીં.નોરા ઉપરાંત તમન્ના ભાટિયાનું(Tamanna Bhatia) નામ પણ આઈટમ સોંગ માટે સામે આવી રહ્યું છે. એવું જાણવા મળે છે કે તમન્ના તેના આકર્ષક મૂવ્સથી દર્શકોના દિલ જીતવા જઈ રહી છે. જો કે, બંને અભિનેત્રીઓ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : લિગર પછી ફરી વિજય દેવેરકોંડા સાથે કામ કરશે કરણ જોહર- આ વખતે ફિલ્મની સ્ટોરી હશે બિલકુલ અલગ

તમને જણાવી દઈએ કે 'પુષ્પા 2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ 'પુષ્પા'માં ચંદનની દાણચોરીની(Chandan) વાર્તા હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફૈસીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, સામંથાના ઓ એન્ટાવા ગીતે ધમાલ મચાવી છે.સામંથા અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version