News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા (Priyanka Chopra social media)પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.આ વર્ષે પ્રિયંકા અને નિક જોનાસ સરોગસીની (Sarogesi mother)મદદથી માતા-પિતા બન્યા હતા. ત્યારથી, ચાહકો બંનેની પુત્રીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આજે, અભિનેત્રીએ તેની માતાના જન્મદિવસના(mothers birthday) અવસર પર એક તસવીર શેર કરી છે, જેમાં માતાની સાથે તેની પુત્રી માલતી મેરીની ઝલક પણ જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેની માતાને સોશિયલ મીડિયા(social media) પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને તેની પુત્રી ની ઝલક પણ બતાવી હતી. પ્રિયંકાએ જે તસવીર પોસ્ટ કરી છે તેમાં ત્રણ પેઢીઓ એકસાથે જોવા મળે છે – માતા મધુ ચોપરા, પુત્રી પ્રિયંકા ચોપરા અને તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ. આ તસવીરમાં માલતીનો ચહેરો બતાવવામાં આવ્યો નથી.માલતીને મળ્યા બાદ નાની મધુ ચોપરા(Madhu Chopra) કેટલી ખુશ છે, તમે તસવીર પરથી જ અંદાજ લગાવી શકો છો.માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પ્રિયંકા ચોપરાએ લખ્યું(Priyanka chopra share notes) છે કે હેપ્પી બર્થ ડે મા. તમારા આ સકારાત્મક સ્મિત સાથે તમે હંમેશા હસતા રહો. તમે મને જીવન પ્રત્યેના તમારા ઉત્સાહ અને દરરોજના અનુભવોથી ખૂબ પ્રેરણા આપો છો! જ્યાં સુધી હું જાણું છું, તમારી યુરોપની એકલ યાત્રા એ જન્મદિવસની શ્રેષ્ઠ ઉજવણી હતી.માલતી વતી તેણે લખ્યું- 'લવ યુ ટુ મૂન એન્ડ બેક ટુ નાની.'
આ સમાચાર પણ વાંચો : જપ નામ જપ નામ હવે વિદેશમાં પણ ચાલશે બાબા નિરાલા નો જાદુ-MX પ્લેયરની વેબ સિરીઝ 'આશ્રમ 3' હવે વૈશ્વિક સ્તરે આટલા દેશોમાં થઇ રિલીઝ
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ (Priyanka and Nick)આ વર્ષે જાન્યુઆરીમાં સરોગસી દ્વારા પેરેન્ટ્સ બન્યા હતા. દંપતીએ તેમની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ (Malti merry chopra jonas)રાખ્યું છે. તમને જણાવી દઈએ કે આ નામમાં પ્રિયંકા ચોપરાની માતા અને સાસુ બંનેના નામ સામેલ છે. માલતીનો જન્મ ખૂબ જ કપરા સંજોગોમાં થયો હતો. માલતીને 100 દિવસ પછી NICU માંથી ઘરે લાવવામાં આવી હતી.