Site icon

શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે પોતાના નિવેદનમાં કર્યો ખુલાસો-જણાવ્યું કેવી રીતે તેના શરીરમાં આવ્યું ડ્રગ્સ

News Continuous Bureau | Mumbai

પ્રસિદ્ધ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને ડ્રગ્સના(Siddhant kapoor drug case) ઉપયોગના કેસમાં મંગળવારે બેંગલુરુમાં પોલીસ (Bangluru police)સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બેંગલુરુની એક હોટલમાં પાર્ટી દરમિયાન ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં સોમવારે સિદ્ધાંત કપૂર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સિદ્ધાંત કપૂરે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેને કોઈએ દારૂ અને નશીલી દવા ની  સાથે સિગારેટ પણ આપી હતી. સિદ્ધાંતે તપાસકર્તાઓને એમ પણ કહ્યું કે તેને દવા વિશે ખબર નથી.

Join Our WhatsApp Community

સિદ્ધાંતે એક નિવેદનમાં(Siddhant kapoor statement) જણાવ્યું હતું કે પાર્ટીમાં તે ડીજે(disco jockey)  તરીકે ભાગ લેવા ગયો હતો ત્યાં કોઈએ તેને  ઓફર કરેલાં ડ્રિંકમાં ડ્રગ (drugs in drink)ભેળવેલું હતું. પોતે જાણીબૂઝીને સમજીને ડ્રગ લીધું નથી. બેંગ્લુરુ પોલીસે સિદ્ધાંતના મેડિકલ રિપોર્ટ્સ(medical report) ને  ટાંકીને જણાવ્યું છે કે તેના બ્લડ સેમ્પલમાં કોકેન અને ગાંજાના અંશો મળી આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એ જણાવ્યું હતું કે સિદ્ધાંતના બ્લડ સેમ્પલમાં(blood sample) ડ્રગ સેવન કન્ફર્મ (drug consume)થયું છે. પરંતુ, તેણે પોતાને કોણે ડ્રગ આપ્યું તે વિશે કશું જણાવ્યું નથી. પોલીસે તેનો મોબાઈલ પણ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસ નશાના એંગલથી પણ તપાસ કરી રહી છે. લક્ઝરી હોટલના માલિક અને રેવ પાર્ટીના આયોજકોને નોટિસ મોકલવામાં આવી છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પ્રતિનિધિઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મની શૂટિંગ દરમિયાન બોલીવુડની આ સુંદર અભિનેત્રીના અચાનક લથડી ગઈ તબીયત-તાત્કાલિક લઈ જવી પડી હોસ્પિટલ-જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય 

તમને જણાવી દઈએ કે, હાલ સિદ્ધાંત કપૂર જામીન (Siddhant kapoor bail)પર છે. જામીન મળ્યા બાદ બેગ્લુરુથી (Bangluru)રવાના થઈ ગયેલા સિદ્ધાંત ને પોલીસે પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવાયો હતો. બાદમાં તેને બેંગ્લુરુ છોડવાની પરવાનગી અપાઈ હતી. જોકે, તેણે ગમે ત્યારે જરુર પડ્યે બેંગ્લુરુમાં તપાસમાં હાજર થવું પડશે તેવી શરત(condition) મુકવામાં આવી હતી. 

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version