આ કંપનીએ રિતિક રોશનને જુગાડ થી બનાવી દીધો બ્રાન્ડ એમ્બેસેડર-જાહેરાત કરવાની અજમાવી અનોખી રીત-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

એક પ્રખ્યાત બર્ગર કંપનીએ (burger company)તાજેતરમાં તેની "જુગાડ" જાહેરાતોમાંથી એક શેર કરી છે, જેમાં અભિનેતા રિતિક રોશન(Hrithik Roshan) પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ એડનો વીડિયો સામે આવતા જ તે ઝડપથી વાયરલ (video viral)થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને દરેકને કંપનીની જાહેરાત કરવાની આ રીત ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ અભિનેતા ફિલ્મ સિટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન બર્ગર કંપનીએ આ તકનો લાભ લીધો.

પોતાની વેનિટી વેનમાંથી બહાર આવીને અભિનેતા રિતિક રોશન ત્યાં હાજર ફોટોગ્રાફરોને પોઝ (photography pose)આપવા માટે રોકાયો. આ દરમિયાન, પાછળથી બર્ગર કંપનીને પોતાના બોર્ડ (burger company board)સાથે પણ રિતિક ની તસવીર લઇ લીધી.જો કે, રિતિક આ બાબતે  સંપૂર્ણપણે અજાણ હતો  કે તેની પીઠ પાછળ આવું કંઈક કરવામાં આવી રહ્યું છે. તસવીર જોઈને લાગે છે કે અભિનેતા ફાસ્ટ-ફૂડ ચેઈન બર્ગર કંપનીને પ્રમોટ (promot)કરી રહ્યો છે. આ વીડિયો જોયા પછી, અભિનેતા રિતિક રોશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેના ટ્વિટર એકાઉન્ટ(twitter account) પર આ જાહેરાતનો વિડિયો શેર કરતાં અભિનેતાએ લખ્યું, "આ સારું નથી કર્યું.” રિતિકની પોસ્ટ પર કોમેન્ટ કરતાં બર્ગર કંપનીએ લખ્યું, "માફ કરજો રિતિક, અમારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો."

આ સમાચાર પણ વાંચો : આશ્રમ 3માં બાબા નિરાલાના જમણા હાથ બનેલા ભોપા સ્વામી વાસ્તવિક જીવનમાં છે ખૂબ જ સ્ટાઇલિશ – જાણો તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારના ફીડબેક(feedback) આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ મારી સત્તાનો દુરુપયોગ છે. તે જ સમયે, બીજાએ જાહેરાતના ખ્યાલની પ્રશંસા કરી અને તેને "ફેન્ટાસ્ટિક" ગણાવી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા રિતિક રોશન ટૂંક સમયમાં સાઉથની રિમેક ફિલ્મ વિક્રમ વેધામાં (Vikram Vedha)જોવા મળશે. અભિનેતાએ હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *