News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ(Shraddha kapoor brother) વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, અભિનેત્રીના ભાઈ સિદ્ધાંત કપૂરની (Siddhanth kapoor)બેંગલુરુ પોલીસે(Bangalore police) ડ્રગ્સ લેવાના આરોપમાં અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાંત શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરે નો પુત્ર છે. તે અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો મોટો ભાઈ છે.
#બોલિવૂડ એક્ટર #શક્તિકપૂર ના દીકરા #સિદ્ધાંત કપૂરની #ડ્રગ્સ કેસમાંં #બેંગલુરુ પોલીસે કરી #ધરપકડ..#bollywood #shaktikapoor #Siddhanthkapoor #Bangalorepolice #raveparty #drugs pic.twitter.com/4vOW8hUJEr
— news continuous (@NewsContinuous) June 13, 2022
ડ્રગ્સ લેવા બદલ સિદ્ધાંત કપૂરને પોલીસે કસ્ટડીમાં(Police custody) લીધો છે. તેના પર એમજી રોડ પરની એક હોટલમાં રવિવારે રાત્રે રેવ પાર્ટીમાં(rave party) ડ્રગ્સ લેવાનો આરોપ છે. મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, બેંગલુરુ પોલીસે (Bangluru police)જણાવ્યું કે, અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને ગઈકાલે રાત્રે બેંગલુરુની એક હોટલમાં રેવ પાર્ટીમાં પોલીસના દરોડા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તે એવા 6 લોકોમાંથી એક છે જેમણે કથિત રીતે ડ્રગ્સ (drugs)લીધું હતું.
આ સમાચાર પણ વાંચો : ડ્રગ્સના મામલામાં આર્યન ખાનની ધરપકડ બાદ આપેલા નિવેદન નો થયો ખુલાસો- કસ્ટડીમાં NCB ઓફિસર ને કહી હતી આવી વાત
નોંધનીય છે કે શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે 2013માં શૂટઆઉટ એટ વડાલાથી બોલિવૂડમાં એન્ટ્રી(bollywood debut) કરી હતી. સિદ્ધાંતે શૂટઆઉટ એટ વડાલા, અગ્લી, જઝબા, હસીના પારકર, પલટન, હેલો ચાર્લી અને ભૂત – પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે ફિલ્મ ચેહરેમાં જોવા મળ્યો હતો.