Site icon

શિલ્પા શેટ્ટીને મોટી હીરોઈન બનવા માટે બોલીવુડના આ સુપરસ્ટારે આપી હતી એક ખાસ સલાહ

 News Continuous Bureau | Mumbai

બોલિલુડમાં એક જમાનામાં રાજ કરનારી શિલ્પા શેટ્ટીએ તાજેતર માં જ પોતાનો જન્મદિવસ(Shilpa Shetty birthday celebration) મનાવ્યો હતો. બર્થ-ડે સ્પેશિયલ દિવસે શિલ્પા શેટ્ટી સાથે જાેડાયેલા કેટલાક રહસ્યો સામે આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે જ્યારે મેં કેમેરો ફેસ કર્યો ત્યારે મારી હાલત ખુબ જ ખરાબ હતી. હું કેમેરાની સામે ઉભી રહી ગઈ હતી. તે સમયે તેને શાહરૂખ ખાને (Shahrukh Khan)મદદ કરી હતી. શિલ્પા આજે પણ શાહરૂખે તેને તે સમયે આપેલી સલાહને  અનુસરે છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શાહરૂખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટીએ ફિલ્મ 'બાઝીગર'(Baazigar)માં સાથે કામ કર્યું છે. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે જ્યારે મેં પહેલીવાર કેમેરાનો સામનો કર્યો ત્યારે હું કેમેરા તરફ પીઠ રાખીને ઉભી રહી ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે તે સમયે શાહરૂખ ખાને જે સલાહ (Shahrukh Khan help)આપી હતી તે સલાહ હંમેશા તેની સાથે રહી અને તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. ફિલ્મના જે ગીત દરમિયાન આ ઘટના બની તેનું નામ હતું- 'એ મેરે હમસફર'. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે, 'કોરિયોગ્રાફર કટ કટની બૂમો પાડીને મને કહી રહ્યા હતા કે મારા વાળ વચ્ચે આવી રહ્યા છે. આભારી છું કે શાહરૂખ ખાન મારી સાથે હતા ત્યારે મને બાજુમાં લઈ ગયા અને સમજાવ્યું કે કૅમેરો તમારો પ્રેક્ષક છે, તેથી તમે જાેરદાર એક્સપ્રેશન્સ આપી રહ્યા છો. કોઈ તમને જાેઈ શકશે નહીં. આ સલાહ જીવનભર મારી સાથે રહી. 

આ સમાચાર પણ વાંચો : ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના ઘરને રાષ્ટ્રીય ઘરોહર બનાવવા માંગે છે પાક સરકાર- હવે અહીં કરશે આ કામ -જાણો વિગતે

સુપરસ્ટાર કિંગ ખાનની (King Khan)ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત લોકોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખાન પોતાના કો-સ્ટારને ખૂબ જ આરામદાયક ફીલ કરાવતા રહે છે જેથી તે તેના સુપરસ્ટાર મેન ઓરાથી ડર્યા વિના તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન(Jawan) આ દિવસોમાં ઘણી ચર્ચામાં રહી હતી.બીજી તરફ, શિલ્પાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે રોહિત શેટ્ટીની ઓટીટી ડેબ્યૂ(OTT debut) ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ માં જોવા મળશે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ છે.

Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો
TRP List: ‘અનુપમા’ ફરીથી ટોચ પર, ‘યે રિશ્તા…’ ની રેન્ક ઘટી,આ શો એ મચાવી ધમાલ, જાણો TRPમાં કઈ સિરિયલ એ મારી બાજી
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીનો લેટેસ્ટ લુક જોઈને ચોંકી જશે રણવીર સિંહ, અભિનેતા નો અતરંગી લુક જોઈને ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ
Exit mobile version