News Continuous Bureau | Mumbai
'ધ કાશ્મીર ફાઇલ્સ'થી (The Kashmir files)આખી દુનિયાને ચોંકાવી દીધા બાદ હવે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મની સિક્વલ(sequal) લઈને આવી રહ્યા છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં વિવેક અગ્નિહોત્રીએ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોની(Kashmiri pandit) હિજરત અને અત્યાચારને ફિલ્મી પડદે બતાવ્યો હતો. ફિલ્મ જોયા પછી બધાની આંખોમાં આંસુ આવી ગયા. હવે વિવેક અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ 2' માટે તૈયારી કરી લીધી છે. તેનું નામ દિલ્હી ફાઇલ્સ (The Delhi files)હશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થશે.
A lot of terror Organisations, Pakistanis, Congress, AAP (now Shiv sena also) and #UrbanNaxals are asking me for Kashmir Files 2. I promise I wont disappoint you.
The part 2 is called #TheDelhiFiles.
Start building good immunity. Coming in 2024. https://t.co/yiGtE76LqN
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 5, 2022
વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર(Vivek Agnihotri twitter) પર 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સિક્વલની જાહેરાત કરી અને એમ પણ કહ્યું કે તે દર્શકોને નિરાશ નહીં કરે. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'ઘણા આતંકવાદી સંગઠનો, પાકિસ્તાની, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી(AAP)અને હવે શિવસેના અને અર્બન નક્સલ પણ મને 'ધ કાશ્મીર ફાઇલ્સ 2' વિશે પૂછી રહ્યા છે. હું તમને નિરાશ નહીં કરવાનું વચન આપું છું. તમારી રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવાનું શરૂ કરો.વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે ભાગ ટુનું શીર્ષક 'ધ દિલ્હી ફાઇલ્સ' (The Delhi files)હશે અને તે 2024માં રિલીઝ થશે. 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. માત્ર 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુની કમાણી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : અંબાણી પરિવારમાં દાદા-પૌત્ર વચ્ચે જોરદાર બોન્ડીંગ- જુઓ મુકેશભાઈ અને પૃથ્વીની તસવીરો
'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અનુપમ ખેર, પલ્લવી જોશી, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી જોવા મળ્યા હતા. જ્યારે લોકોને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ પસંદ આવી હતી, તો એક વર્ગે તેની ટીકા પણ કરી હતી. પ્રકાશ રાજથી(Prakash Raj) લઈને નાના પાટેકર સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીકા કરી હતી. આ ફિલ્મને સમાજના વિભાજક તરીકે પણ વર્ણવવામાં આવી હતી.
 
			         
			         
                                                        