News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં ટીવી શો 'અનુપમા'માં અનુજ અને અનુપમાનો ફુલ રોમાન્સ (Anuj and Anupama romance)જોવા મળી રહ્યો છે. ઘણા પ્રયત્નો પછી બંનેએ લગ્ન કરી લીધા અને હવે અનુપમાના જીવનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. આ શોમાં જલ્દી જ કેટલાક એવા ટ્વિસ્ટ(twist) આવવાના છે, જેને જાણીને ફેન્સ ચોંકી જશે.
આ શો સાથે જોડાયેલા ઘણા પ્રોમો વીડિયો સામે આવ્યા છે. આ જોઈને અનુમાન લગાવી શકાય છે કે બીજા લગ્ન પછી અનુપમાના જીવનમાં ઘણા બદલાવ આવવાના છે. તાજેતરમાં ચેનલે એક પ્રોમો (anupama new promo)રિલીઝ કર્યો જેમાં અનુપમા અનુજના પિતરાઈ ભાઈ અને તેની પત્ની બરખાને મળે છે. બરખાએ અનુપમાને તેનું જૂનું જીવન છોડીને આજમાં જીવવા કહ્યું. જો કે, અનુપમા પણ તેને યોગ્ય જવાબ આપે છે.તાજેતરમાં જ બીજો પ્રોમો સામે આવ્યો છે જેમાં અનુજ અને અનુપમા એક છોકરીને દત્તક (adopt a girl)લેવાનું વિચારશે. આ પ્રોમોમાં અનુજ તેની અનાથાશ્રમ (orphanage)સાથે જોડાયેલી યાદો અનુપમાને સંભળાવે છે. અનુપમા તેને ટેકો આપે છે જ્યારે એક છોકરી ભગવાન કૃષ્ણના આશીર્વાદની રાહ જોઈ રહી છે. એવું માની શકાય છે કે બંને છોકરીને દત્તક લેશે. આ છોકરીને દત્તક લીધા બાદ અનુપમાના જીવનમાં ઘણા બદલાવ આવવાના છે.
આ સમાચાર પણ વાંચો: માધુરી દીક્ષિતે શેર કરી સલમાન અને શાહરૂખ સાથેની તસવીર, ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા
તાજેતરના અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં શોમાં નવી એન્ટ્રી (new entry)થવાની છે. તેણે 'છોટી સરદારની'માં કરણનું પાત્ર ભજવ્યું હતું, તેને આ શો માટે પસંદ કરવામાં આવ્યો છે. શોમાં આદિક અનુપમાની પુત્રી પાખી (Muskan Bamne)ના બોયફ્રેન્ડની(boyfriend) ભૂમિકા ભજવતો જોવા મળશે. શોની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે આ ટ્રેક શોમાં હિંદુ-મુસ્લિમ પ્રેમના એંગલને (Hindu-Muslim love angel)સામે લાવશે.