News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુ (Kunal Khemu) લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તે દર વર્ષે 25 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવે છે. કુણાલે તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર(child artist) તરીકે શરૂ કરી હતી. ફિલ્મોમાં તેને નસીરુદ્દીન શાહની 'સર'થી (Naseeruddin Shah Sir) એન્ટ્રી મળી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. આ પછી તે રાજા હિન્દુસ્તાની (Raja Hindustani)જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં જોવા મળ્યો હતો. આજે તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે તમને ભાગ્યે જ ખબર હશે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે કુણાલ કાશ્મીરી પંડિત 9Kunal Khemu kashmiri pandit) છે. 1989 પહેલા તેમનું ઘર પણ કાશ્મીરમાં(kashmir) હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે ઘાટીમાં વાતાવરણ તંગ હતું ત્યારે બ્લાસ્ટને (Blast)કારણે તેનું ઘર ઉડી ગયું હતું. કુણાલના કહેવા પ્રમાણે, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તે પોતે પણ હચમચી ગયો હતો. ઘરને નોંધપાત્ર નુકસાન થયું હતું. ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે તે સમયે તે ખૂબ જ નાનો હતો, જેના કારણે તે કંઈ સમજી શક્યો ન હતો કે આ શું થઈ રહ્યું છે? આ કિસ્સો સંભળાવતી વખતે કુણાલે કહ્યું હતું કે તે દિવસે ટીવી પર તેનું ક્ષતિગ્રસ્ત ઘર બતાવવામાં આવી રહ્યું હતું. ટીવી પર પોતાનું ઘર જોઈને તે ખૂબ જ ખુશ હતો, કારણ કે તેને લાગ્યું કે તેનો પરિવાર ઘણો (famous family)પ્રખ્યાત થઈ ગયો છે.ઘાટી માં તણાવ બાદ કુણાલ ના આખા પરિવાર ને ભાગી જવાની ફરજ પડી હતી. તેમના દાદા-દાદીને તેમના ઘરની માટીથી દૂર રહેવાનું સૌથી વધુ દુઃખ થયું હતું. વાતાવરણ સામાન્ય થયા પછી, કુણાલનો પરિવાર ઘણી વખત શ્રીનગર (Srinagar) ગયો, પરંતુ અભિનેતા એક વખત પણ તેના ઘરે પાછો જઈ શક્યો નહીં. કલંક (Kalank film shooting)ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને કાશ્મીર (Kashmir) પાછા જવાનો મોકો મળ્યો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે 25 વર્ષ પછી પરત ફરીને તે ખૂબ જ ખુશ છે, કારણ કે તે ત્યાં કાશ્મીરીઓને મળી રહ્યો હતો અને તે જ ભાષામાં વાત કરી શકતો હતો.
આ સમાચાર પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકી એ ફરી એકવાર ભારતને ને અપાવ્યું ગર્વ, મળ્યો આ ઇન્ટરનેશનલ એવોર્ડ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કુણાલે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે આમિર ખાન 9Aamir Khan) સાથે 'હમ હૈ રાહી પ્યાર કે', અજય દેવગણ (Ajay Devgan)સાથે 'જખ્મ', સલમાન સાથે 'જુડવા' જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. લીડ એક્ટર તરીકે તે 'કલયુગ', 'ટ્રાફિક સિગ્નલ'માં દેખાયો છે. આ સિવાય તે 'ઢોલ', 'ગોલમાલ-3', 'ગો ગોવા ગોન' જેવી મલ્ટીસ્ટારર ફિલ્મોનો પણ ભાગ રહી ચુક્યો છે. હાલમાં જ OTT પર રીલિઝ થયેલી તેની વેબ સિરીઝ (web series) 'અભય 3' લોકોને પસંદ આવી હતી.