Site icon

સલમાનની ‘કભી ઈદ કભી દિવાળી’માંથી થઇ જીજા આયુષ શર્મા અને ઝહીર ઈકબાલની એક્ઝીટ, આ બે કલાકારો લેશે તેમની જગ્યા!

News Continuous Bureau | Mumbai

અભિનેતા આયુષ શર્માએ ફિલ્મ લવયાત્રીથી (Aayush Sharma bollywood debut) બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, ત્યારબાદ તે સલમાન ખાન સાથે ફિલ્મ અંતિમ:ધ ફાઈનલ ટ્રુથમાં જોવા મળ્યો હતો. આ પછી આયુષ શર્માની ત્રીજી ફિલ્મ કભી ઈદ કભી દિવાળી થવાની હતી,(Kabhi Eid kabhi diwali) જેના માટે તેણે શૂટિંગ પણ શરૂ કર્યું હતું, પરંતુ હવે સલમાન ખાનની આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આયુષે ફિલ્મ  (Aayush sharma quit the film)છોડી દીધી છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મમાં આયુષ શર્માનું પાત્ર સલમાન ખાનના નાના ભાઈનું હતું.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયુષે ક્રિએટિવ ડિફરન્સના (creative differences)કારણે ફિલ્મ છોડી દીધી છે. એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, " કભી ઈદ કભી દિવાળીની ટીમે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ સલમાન ખાન ફિલ્મ્સ અને આયુષ શર્મા વચ્ચે કેટલાક મતભેદ હતા, આયુષે સર્જનાત્મક તફાવતને કારણે પ્રોજેક્ટ છોડી દીધો હતો." રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'આયુષે શૂટિંગ શરૂ કરી દીધું હતું અને એક દિવસનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. શૂટ દરમિયાન આયુષ અને પ્રોડક્શન હાઉસ (Production house) વચ્ચે કેટલાક મતભેદો જોવા મળ્યા હતા, જેના પછી આયુષે ફિલ્મ છોડી દીધી.” માત્ર આયુષ શર્મા જ નહીં પણ ઝહીર ઈકબાલ (Zahir Iqbal quit the film)પણ સલમાન ખાનની કભી ઈદ કભી દિવાળીમાંથી બહાર થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આયુષ અને ઝહીરના એક્ઝિટ બાદ ફિલ્મ માટે યુવા કલાકારોની કાસ્ટ પર કામ ઝડપથી શરૂ થઈ ગયું છે.એક મીડિયા હાઉસ  ના અહેવાલ મુજબ, સલમાનની ફિલ્મ માટે ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાનીનો (Abhimanyu Dasani)સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે અભિમન્યુ ઉપરાંત જાવેદ જાફરીના પુત્ર મીઝાનનું(Meezan Jafri) નામ પણ સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો: શહનાઝ ગિલ ની આ વાત પર મહેરબાન થયો સલમાન ખાન, કભી ઈદ કભી દિવાળી માટે આપી મોહ માંગી રકમ

તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલના (Shehnaz gill)ચાહકો માટે કભી ઈદ કભી દિવાળી ખૂબ જ ખાસ છે. આ ફિલ્મથી શહેનાઝ ગિલ બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કરી રહી છે. મળતી માહિતી મુજબ, શહનાઝે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તાજેતરમાં તેના શૂટિંગના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. શહનાઝ ગિલના પાત્ર વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં શહનાઝનું પાત્ર ખૂબ જ ખાસ હશે.

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version