Site icon

26 વર્ષ બાદ કમબેક કરી રહી છે રાજકપૂર ની આ હિરોઈન, ફિલ્મમાં નહીં પરંતુ મ્યુઝિક વીડિયોમાં પુત્ર સાથે મળશે જોવા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ શોમેન (bollywood showman) રાજ કપૂરની(Raj Kapoor) ફિલ્મ રામ તેરી ગંગા મૈલી (Ram teri ganga maili) થી રાતોરાત સ્ટાર બની ગયેલી હિરોઈન મંદાકિની (Mandakini) હવે કમબેક કરી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મંદાકિની ફિલ્મ નહીં પણ મ્યુઝિક વીડિયોથી (music video) કમબેક કરી રહી છે. જેમાં તેનો પુત્ર રબ્બીલ ઠાકુર (Rabbil Thakur) પણ જોવા મળશે. મ્યુઝિક વિડિયો અને મંદાકિની સાથે કામ કરવા વિશે વાત કરતાં ડિરેક્ટર સાજન અગ્રવાલે (sajan Agrawal) કહ્યું, “મંદાકિની  મારા હોમટાઉન મેરઠ (Merath) ની છે. ઉપરાંત, ગીત એક માતા વિશે છે જેનું શીર્ષક મા ઓ મા છે. તે તેના પુત્રનું ડેબ્યુ હશે અને મંદાકિની (Mandakini) સાથે કામ કરવાનું મારું સપનું સાકાર થશે. આ ગીતના બોલ પણ સાજન અગ્રવાલે લખ્યા છે અને સંગીત બબલી હક (Babli Hak)અને મીરાએ (Mira) આપ્યું છે. તે ઋષભ ગિરી દ્વારા ગાયું છે અને ગુરુજી કૈલાશ રાયગર દ્વારા નિર્મિત છે. આ સિવાય સાજન એક શોર્ટ ફિલ્મનું નિર્દેશન કરવાનું પણ વિચારી રહ્યો છે જેમાં મંદાકિની જોવા મળશે. 

Join Our WhatsApp Community

મંદાકિની (Mandakini) તેના પુનરાગમનથી (comeback) ખૂબ જ ખુશ છે અને આ વિશે તેણે કહ્યું, 'હું નિર્દેશક સાજન અગ્રવાલ સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું. હું તેને ઘણા સમયથી ઓળખું છું પરંતુ હવે અમે સાથે કામ કરી રહ્યા છીએ. મા ઓ મા એક ખૂબ જ સરસ ગીત છે આ ગીતની સૌથી સારી વાત એ છે કે મારો પુત્ર તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. અમે મહિનાના અંત સુધીમાં આ ગીતનું શૂટિંગ શરૂ કરીશું.

આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી 'ધ દિલ્હી ફાઇલ્સ'ની શું હશે વાર્તા? નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આપ્યો આ સંકેત

તમને જણાવી દઈએ કે જ્યારે મંદાકિની (Mandakini) ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ (Mumbai) આવી હતી ત્યારે તેનું બહુ અટેંશન  નહોતું મળ્યું. તે નિરાશ થઈને ઘરે ફરી હતી. આ પછી તેને ખબર પડી કે રાજ કપૂર (Raj kapoor) એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં તેને એંગ્લો ઈન્ડિયન જેવી હીરોઈનની જરૂર છે. ત્યારે મંદાકિની પણ ઓડિશન (Audition) માટે પહોંચી ગઈ હતી. ત્યારબાદ રાજ કપૂરે તેને સાઈન કરી. રાજ કપૂરે તેમના પુત્ર રાજીવ કપૂર (Rajeev kapoor) સાથે મંદાકિનીને લોન્ચ કરી હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ મંદાકિની સ્ટાર બની ગઈ. તેને એક પછી એક ફિલ્મોની ઓફર મળવા લાગી. જોકે, ફિલ્મ રામ તેરી ગંગા મૈલી સિવાય તેની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહિ. મંદાકિનીએ માત્ર 22 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તે છેલ્લે 1996માં આવેલી ફિલ્મ જોરદારમાં (jordaar) જોવા મળી હતી.

 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version