News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) પ્રિયંકા ચોપરાએ (Priyanka Chsopra)હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની દીકરી (Daughter)વિશે વાત કરી હતી. આ સાથે પ્રિયંકાએ (Priyanka Chopra)પોતાના અને પતિ નિક જોનાસની માતા-પિતા બનવાની જવાબદારી અંગે પણ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો. એક વાતચીતમાં પ્રિયંકા ચોપરાએ(Priyanka Chopra) કહ્યું કે અમે પણ નવા પેરેન્ટ્સ છીએ. હું હંમેશા તેના વિશે વિચારું છું.હું માનું છું કે બાળકો તમારા દ્વારા આવે છે. હું ક્યારેય મારી ઈચ્છાઓ અને ડરને મારા બાળક પર થોપીશ નહિ. પ્રિયંકા ચોપરાએ(Priyanka Chopra) વધુમાં કહ્યું કે બાળકો તમારા દ્વારા રસ્તો શોધીને પોતાનું જીવન બનાવી શકે છે. હું આ બધામાં વિશ્વાસ કરું છું કારણ કે મને પણ આજ રીતે મદદ મળી હતી.
પ્રિયંકા (Priyanka Chopra)એ વધુ માં કહ્યું કે, મારા માતા-પિતા મારા ઘણા મામલા માં મને જજ નહોતા કરતા . પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ(Madhu Chopra) કહ્યું છે કે તે તેની પૌત્રીના ભારત (India)આવવાની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની દીકરી માત્ર 4 મહિનાની છે.પ્રિયંકા અને નિકની જોડી (Priyanka-Nick)બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંનેએ 2 ડિસેમ્બર, 2018ના રોજ ઉમેદ ભવન, ઉદયપુરમાં હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : અમૂલ ઈન્ડિયાએ આ ખાસ રીતે પાઠવ્યા રણબીર-આલિયાને લગ્ન ના અભિનંદન
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે(Priyanka-Nick) 22 જાન્યુઆરીએ તેમના બાળકના જન્મની જાહેરાત કરી હતી. પ્રિયંકા સરોગસીની મદદથી માતા બની હતી. લાંબા સમય બાદ આ માહિતી બહાર આવી છે કે પ્રિયંકા ચોપરાએ પુત્રીને જન્મ આપ્યો છે.