પુત્રના મૃત્યુના બે મહિના બાદ જ બોલિવૂડના આ પ્રખ્યાત અભિનેતા અને પટકથા લેખક નું થયું નિધન, 2 સ્ટેટ્સ માં ભજવી હતી ભૂમિકા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સપ્તાહની શરૂઆત ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખરાબ સમાચાર સાથે થઈ છે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને પટકથા લેખક શિવ કુમાર સુબ્રમણ્યમ નું મોડી રાત્રે નિધન થયું છે. અભિનેતાના મૃત્યુના સમાચાર સામે આવતાની સાથે જ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શિવ કુમારના મૃત્યુના કારણ વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.આ સમાચાર પર દુખ વ્યક્ત કરતા બીના સરવરે ટ્વીટ કર્યું. તેણે લખ્યું, 'ખૂબ જ દુઃખદ સમાચાર. પુત્ર જહાન  મૃત્યુના બે મહિનામાં જ તેમનું અવસાન થયું. તેમના પુત્ર જહાન ને  મગજની ગાંઠ (બ્રેન ટ્યૂમર )હતી. 16મા જન્મદિવસ પહેલા તેમનું અવસાન થયું.

શિવ કુમાર સુબ્રમણ્યમ છેલ્લે ગયા વર્ષની ફિલ્મ 'મીનાક્ષી સુંદરેશ્વર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં હતી. આ સિવાય અભિનેતા ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. તતેમણે  કેટલીક ફિલ્મોની પટકથા પણ લખી છે. અભિનેતાએ વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'પરિંદા' અને સુધીર મિશ્રાની ફિલ્મ 'હઝારોં ખ્વાશીં ઐસી'ની પટકથા લખી હતી.

આ સમાચાર પણ વાંચો : સિનેમા જગતની જાણીતી અભિનેત્રી જયા બચ્ચન કાયદાકીય મુશ્કેલીમાં, આ કેસમાં જયા બચ્ચનને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન; જાણો શું છે સમગ્ર મામલો

તેમની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમને પરિંદા માટે શ્રેષ્ઠ પટકથા અને હજારોં ખ્વાઈશેન ઐસી માટે શ્રેષ્ઠ વાર્તા માટેનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય શિવ કુમાર '2 સ્ટેટ્સ', 'તીન પત્તી', 'પ્રહાર' અને રાની મુખર્જી સ્ટારર 'હિચકી'માં પણ જોવા મળ્યા હતા. શિવ કુમાર સુબ્રમણ્યમે ટીવી શો 'મુક્તિ બંધન'માં પણ કામ કર્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More