News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે વર્ષ 2020માં ફિલ્મ 'સડક 2'થી કમબેક કર્યું હતું. આ પછી તે ફિલ્મ 'બોમ્બે બેગમ્સ'માં જોવા મળી હતી. હવે પૂજા ભટ્ટે વધુ એક ફિલ્મ સાઈન કરી છે. પૂજા ભટ્ટ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર સુધાંશુ સરિયાની ફિલ્મ 'સના'માં કામ કરતી જોવા મળશે. પૂજા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુધાંશુ સરિયા સાથેની એક તસવીર શેર કરીને આ માહિતી આપી છે. આ ફિલ્મમાં રાધિકા મદન પહેલાથી જ કાસ્ટ થઈ ચૂકી છે.
પૂજા ભટ્ટ કહે છે, “હું ખૂબ જ ખુશ છું કે સુધાંશુ સરિયાએ મને આ ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મનો એક ભાગ બનાવ્યો છે જે સ્ત્રીઓના વાસ્તવિક જીવનને દર્શાવે છે અને વિશ્વ તેમના વિશે વિચારે છે તે રીતે નહીં.જણાવી દઈએ કે રાધિકા મદાને ગયા મહિને માર્ચમાં મુંબઈમાં ફિલ્મ 'સના'નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મમાં રાધિકા મદન અને પૂજા ભટ્ટ ઉપરાંત સોહમ શાહ અને શિખા તલસાનિયા પણ જોવા મળશે. ફિલ્મ 'સના'ના ડાયરેક્ટર સુધાંશુ સરિયાએ આ ફિલ્મ ની વાર્તા પણ લખી છે. આ ફિલ્મ ફોર લાઈન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : પુત્ર અભિષેકની ફિલ્મ ‘દસવી’ ના પ્રમોશન ને લઇ ને અમિતાભ બચ્ચન થયા ટ્રોલ, ટ્રોલર્સ ને આપ્યો જડબાતોડ જવાબ; જાણો વિગત
ફિલ્મ 'સના' સિવાય સુધાંશુ સરિયાને જંગલી પિક્ચર્સ સાથેની મહિલા જાસૂસ ફિલ્મ 'ઉલઝ'ના નિર્દેશક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સુધાંશુ સરિયા એમેઝોન પ્રાઇમ માટે શ્રેણી 'માસૂમ' લખી રહ્યા છે અને સહ-દિગ્દર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત, તે નેટફ્લિક્સ માટે 'દિલ્હી ક્રાઈમ સીઝન 3' લખી રહ્યા છે અને સહ-નિર્માણ કરી રહ્યા છે.